યુવકની બંને કિડની ખરાબ થઇ જતા પત્નીએ પોતાની એક કિડની પતિને દાનમાં આપીને પ્રેમનો અનોખો દાખલો બેસાડ્યો.
હાલના સમયમાં પ્રેમના ઘણા એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે અને હાલમાં તો ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે જેને પ્રેમીઓનો મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં ઘણા એવા પ્રેમીઓ તેમના પ્રેમનો ઈઝહાર કરતા હોય છે.
એવામાં વેલેન્ટાઈન ડે હજુ તો હાલ જ ગયો છે. આજે એક એવા મહિલાના પ્રેમ વિષે જાણીએ.આ મહિલાએ તેમના પતિની બંને કિડની ફેલ થઇ જતા તેમની એક કિડની પતિને આપીને પ્રેમનું ઉદાહરણ બેસાડ્યું છે.
રાજકોટના પડધરીના ઉકરડા ગામમાં રહેતા સંદિપભાઈ અને તેમના પત્ની હર્ષિદાબેન કકાણીયાની છે. બાર વર્ષ પહેલા સંદીપભાઈ ઘંટેશ્વરના મેળામાં ગયા હતા અને ત્યાં હર્ષિદાબેન સાથે તેમની આંખ મળી ગઈ હતી.
એ સમયે તેમને પહેલી નજરનો પ્રેમ થઇ ગયો હતો પછી બંનેએ એક બીજા સાથે વાતચીત ચાલુ કરી હતી અને પછી પરિવારની સંમતિથી લગ્ન બંધનના બંધનમાં બંધાઈ ગયા હતા. આમ તેમને લગ્ન જીવન પછી દીકરાનો જન્મ થયો અને પરિવાર ખુબ જ સુખેથી તેમનું જીવન જીવતો હતો,
એવામાં ભગવાનની ઈચ્છા કંઈક જુદી જ હતી.સંદીપભાઈને અઢી વર્ષ પહેલા કિડનીની સમસ્યા થઇ ગઈ હતી અને તેમની બંને કિડની ખરાબ થઇ ગઈ હતી. તો તેમના માતા-પિતાએ કિડની આપવાનું નક્કી કર્યું પણ તેઓ તેમની કિડની આપી શક્યા નહતા તો તેમના ભાઈએ કિડની આપવાનું નક્કી કર્યું.
પણ ભગવાનની ઈચ્છા કંઈક જુદી જ હતી. ભાઈની કિડની મેચ પણ થઇ ગઈ હતી.પણ કોરોના થઇ જતા ભાઈ પણ દુનિયાને અલવિદા કહી ગયા હતા, ત્યારબાદ હર્ષિદાએ તેમની કિડની આપવાનું નક્કી કર્યું અને તેમની કિડની મેચ થઇ જતા તેઓએ તેમની એક કિડની આપીને પતિને નવું જીવન આપ્યું હતું. આમ તેઓએ તેમના જીવનમાં તેમનો પ્રેમ પણ સાચો કર્યો અને નિભાવ્યો પણ હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.