યુવકના ઘરેથી ૬ લાખ રૂપિયાનું સોનુ ખોવાઈ ગયું તો માં મોગલને ખાલી વિનંતી કરી અને થયો એવો ચમત્કાર કે યુવકને આંખે વિશ્વાસ જ ના થયો.

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલમાં વિશ્વાસ રાખવા માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ દૂર થાય છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના અધૂરા કામ પૂર થઇ જાય છે. માં મોગલના નામથી એકવાર માયા બંધાઈ જાય તો માં મોગલનું નામ લેવા માત્રથી દુઃખ દૂર ભાગે છે.

માં મોગલમાં વિશ્વાસ રાખનારને માં એ ૫૦ વર્ષે પણ દીકરાઓ દીધા છે.એક યુવક માં મોગલ ધામ કાબરાઉમાં માં મોગલની માનતા પુરી કરવા માટે આવ્યો હતો. યુવકનો સોનાનો દોરો ખોવાઈ ગયો હતો. સોનાનો દોરો ખોવાઈ જતા યુવક ખુબજ ચિંતામાં આવી ગયો હતો.

કારણ કે તેની કિંમત ૬ લાખ રૂપિયા હતી . દોરો શોધવાનો ઘણો પ્રયત્ન કર્યા પણ દોરો ક્યાંયથી પણ ના મળ્યો. એક મધ્યમાં વર્ગના પરિવાર માટે ૪ તોલા સોનાનો દોરો ખુબજ મહત્વનો હોય છે.

તો યુવકને માં મોગલનો આશરો દેખાયો. યુવકે માં મોગલ પાસે માનતા માંગી કે માં મારો સોનાનો દોરો મને મળી જાય તો હું તારા મંદિરે આવીને ૨૧ હજાર રૂપિયા ચઢાવીશ. માનતા માંગવાના થોડા સમય પછી જ યુવકનો ખોવાયેલો ૪ તોલા સોનાનો દોરો મળી ગયો અને તેને માં મોગલનો પરચો થયો.

યુવક તરત જ પોતાની માનતા પુરી કરવા માટે ત્યાં દોડી આવ્યો.યુવકે મણિધર બાપુને તે ૨૧ હજાર રૂપિયા આપ્યા મણિધર બાપુએ કહ્યું કે માં મોગલ પર વિશ્વાસ હોવાના કારણે તારું કામ થયું છે. આ કોઈ ચમત્કાર નથી.

બાપુ ઈ કહ્યું કે ૨૧ હજાર માંથી સાડા ૧૦ હજાર રૂપિયા તારી બેનને આપજે અને સાડા ૧૦ હજાર તારી દીકરીને આપજે. માં મોગલે તારી માનતા ૧૦ ઘણીં સ્વીકારી લીધી છે. માં મોગલ તમારું ભલું કરશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!