આવનાર ૨૪ કલાકમાં યાસ વાવાજોડું ભયંકર સ્વરૂપ ધારણ કરશે, જાણો ગુજરાત પર આ વાવાજોડું ત્રાકટશે કે નહિ?
ઘણા વિસ્તારો હજી તૈકેતેના વિનાશથી બહાર આવ્યા નથી. ત્યારે યાસ વાવાજોડાએ ફરી એકવાર દેશની ચિંતામાં વધારો કર્યો છે. બંગાળની ખાડીમાં તૈયાર થઇ રહેલું યાસ વાવાજોડું આવનાર 24 કલાકમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે.
આ વાવાજોડું 26 મેં સુધી વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઓડિસા અને બંગાળને ટકરાશે અને 26 મેં ના દિવસે ઓડિસા, બંગાળ , સિક્કિમ અને ઝારખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ સાથે અસરગ્રસ્થ રાજ્યોમાં 165 કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ છે. માછીમારોને બંગાળની ખાડીમાં દરિયો ખેડવા જવાની મનાઈ કરી દેવામાં આવી છે. ત્યારે 25 મેં ના દિવસે ઉત્તરપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. આ બધા રાજ્યોમાં આ ભયંકર વાવાજોડા સામે નિપટવા માટે જરૂરી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
જે વિસ્તારોમાં વાવાજોડું ત્રાટકવાનું છે. તેવા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. વાવજોડા દરમિયાન કોરોના દર્દીઓની સારવારમાં કોઈ પણ અડચણ ઉભી ન થાય
એ માટે જરૂરી પગલાં લેવામાં આવી રહયા છે. આ વાવોજોડું ગુજરાત પર ત્રાટકશે નહીં એવી હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી. માટે ગુજરાતના લોકોને આની વાવાજોડાની ચિંતા કરવાની જરૂર નથી.