એક પિતાએ પેટે પાટા બાંધી વોચમેનની નોકરી કરીને પોતાના બંને દીકરાઓને ડોક્ટર બનાવ્યા

દુનિયા બહુ જ મોટી છે અને તેની વચ્ચે અવનવા કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે.લોકોને તેમના જીવન જીવવાની માટે કેટકેટલી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.જેમાં આ પરિવારએ પણ બહુ જ મોટી મુસીબતોનો સામનો કર્યો છે અને હાલમાં તેઓનું જીવન જીવી રહ્યા છે.

આ ભાઈનું નામ દાના ભાઈ છે.તેમના પરિવારમાં તેમના પત્ની અને તેમના બે દીકરાઓની સાથે તેઓ અમદાવાદમાં રહે છે.દાના ભાઈનું એવું કહેવું છે કે પહેલા તો તેઓ ગામડે રહેતા હતા અને ખેતી કરતા હતા,

ત્યારે મારા આ દીકરાઓને સરકારી સ્કૂલમાં ભણાવતા હતા.તેઓએ તેમના એક દીકરાને પછી સેલ્ફ ફાયનાન્સ સ્કુલમા ભણાવ્યો પછી તેઓ પૈસામાં પહોંચી નહતા વળતા.તેથી મેં સ્કૂલમાં પ્યુનનું કામ ચાલુ કર્યું અને ત્યાં જ રહેવાનું ચાલુ કરી દીધું.જયારે તેઓ ગામડે રહેતા હતા ત્યારે તેઓએ ઘણી મહેનત કરી છે અને ખાવાનું પણ એક ટાઈમ ખાતા હતા અમારી પાસે પૈસાએ નહતા.

એક દીકરાનું ભણવાનું મોંઘુ પડતું હતું અને તેવામાં બીજા દીકરાનો ભણવાનો ખર્ચો આવ્યો,ત્યારે અમે સ્કૂલ વાળાઓને વિનંતી કરી કે અમારાથી ફી ભરવામાં નથી પહોંચી શકાતું અમને થોડી માફ કરી આપો તો સ્કૂલ વાળાઓએ ફી માફી પણ કરી હતી.

તેઓએ મેડિકલ લાઈન લીધી અને તેમના ક્લાસ કરાવવાના પણ અમારી પાસે પૈસા નહતા.મારા બન્ને દીકરાઓએ તનતોડ મહેનત કરી અને નિટ પાસ કરી લીધી જેથી તેમને મેડિકલમાં એડમિશન મળી ગયું.

દાના ભાઈનું એવું કહેવું છે કે તેઓએ બાથરૂમ પણ સાફ કરેલા છે અને તેઓના જીવનમાં કેટલીય મહેનત કરીને તેમના બંને દીકરાઓને ખુબ ભણાવ્યા છે અને તેથી તેમનો એક દીકરો ઇન્ટરશીપમાં છે

અને બીજો મેડિકલના બીજા વર્ષમાં.દાના ભાઈ હાલમાં વોચમેનની નોકરી કરે છે.તેની સાથે સાથે દાના ભાઈએ જોરદાર પેન્ટર પણ છે તેઓ અવનવા ચિત્રો પણ બનાવે છે.દાના ભાઈએ તેમના ગુજરાન ચલાવવાની માટે હાલ બહુ જ મહેનત પણ કરવી પડે છે.

error: Content is protected !!