વિરાટ કોહલી દુઃખમાં પ્રેરણાદાયક ઉદાહરણ બન્યા, ભારતીય મહિલા ક્રિકેટરની માતાનું કોરોનાને લીધે અવસાન થતા તેના બીજા જ દિવસે ઇંગ્લેન્ડ ગઈ અને ટીમમાં જોડાઈ…

આપણે જાણીએ છીએ કે આપણા દેશની રાષ્ટ્રીય રમત હોકી છે. હોકીની સાથે સાથે કેટલાય લોકો ક્રિકેટમાં ખુબ રસ ધરાવતા હોય છે. આપણા દેશના ક્રિકેટરોની ટીમમાં જોડાયા પહેલા તેમના સંઘર્ષો અને તેમના જીવનમાં આવેલ દુઃખ જાણીને કદાચ તમે પણ રડી પડશો.

તેવામાં જે વખતે વિરાટ કોહલી જે વખતે રણજિત ટ્રોફી રમવાના હતા તેવા જ સમયે તેમના પિતા મૃત્યુ પામ્યા હતા તેમન છતાં તેઓ હ્રદય ઉપર પથ્થર મૂકીને રણજીત ટ્રોફી રમવા ગયા હતા.

તેવી જ રીતે હાલમાં મહિલા ક્રિકેટર પ્રિયા પુનિયાની માતાનું કોરોનાને કારણે આ સોમવારે અવસાન થયું હતું. ઇંગ્લેન્ડના પ્રવાસે જનારી આ મહિલા ક્રિકેટર જે વન ડે, અને ટેસ્ટમાં રમનારી આ ક્રિકેટરની માતા સરોજ પુનિયા જેમને કોરોના લાગી ગયો હતો.

તેથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. સોમવારે તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. જેનાથી તેઓનું મૃત્યુ થયું હતું, આ માતાએ તેના અંતિમ શ્વાસ લેતી વખતે પ્રિયાને મેસેજ કર્યો હતો કે તું ઇંગ્લેન્ડ પ્રવાસને છોડે નઈ અને બુધવારે ટીમમાં જોડાઈ જાય.

તેની સાથે સાથે પ્રિયા પુનિયાને તેના પિતાએ પણ એક વિરાટ કોહલીનું ઉદાહરણ આપીને હિંમત આપી હતી. જેથી આ પ્રેરણા લીધા પછી, પ્રિયા ઇંગ્લેન્ડના પ્રવાસે જશે.

error: Content is protected !!