આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર સિવિલ ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. સાથે કરી એક ખાસ અપીલ.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા માટે ગાંધીનગર સિવિલમાં પોહન્ચયા હતા અને થોડી જ વારમાં મુખ્યમંત્રીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
કોરોના વેક્સીન લીધા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને કોરોના વેક્સીન લેવા માટે અપીલ કરી હતી.45 વર્ષના લોકો જેમ બને એ જલ્દીથી વેક્સીન લે અને પોતાના બંને ડોઝ પુરા કરે એમ પણ કહ્યું.
જેમને પણ કોરોના થઇ ગયો છે એવા લોકો પણ ડોકટરની સલાહ લીધા પછી કોરોના વેક્સીન લેવી જોઈએ એવી પણ વિજય રૂપાણીએ લોકોને અપીલ કરી.મોટાપાયે રસીકરણથી જ આપણે લોકો કોરોનાને હરાવી શકીશું એવી આશા મુખ્યમંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવી.
આ પછી મીડિયા સાથે વાત કરતા વિજય રૂપાણીએ કહ્યું કે 15 માર્ચના રોજ આપણી જોડે 41 હાજર બેડ હતા અને આજની તારીખમાં આપણી જોડે 80 હાજર બેડની વ્યવસ્થા છે.
એક જ મહિનામાં સરકારે લગભગ ડબલ બેડની વ્યવસ્થા કરી દીધી છે.અને બીજા ૧૦ હાજર જેટલા બેડ આપણે વધારી રહ્યા છે.અને આના સિવાય અત્યારે બીજો કોઈ વિકલ્પ નથી.કારણ કે અત્યારે ખુબ લોકો કોરોનથી સંક્રમિત થઇ રહયા છે.
અને એની સામે હોસ્પિટલ અને મીડીકલ સ્ટાફ ઓછો પડી રહ્યો છે.એટલા માટે હું તમને વિનંતી કરીશ કે કામ વગર ઘરની બહાર ન નીકળો અને બહાર જાઓ તો માસ્ક ફરજિયાત લગાવો અને સલામત રહો.