વિજય રૂપાણી શા માટે એવું બોલ્યા કે જો ડર ગયા વો મર ગયા…

ગુજરાતમાં કોરોનાંના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને જેની વચ્ચે હાલની સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તો સરકાર પણ મારુ ગામ કોરોના મુક્ત ગામ યોજના હેઠળ લોકોમાં જાગૃતતા દાખવી રહી છે.

આ સમગ્ર કાર્યક્રમ મુજબ વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરના કલોલ પહોંચ્યા હતા અને ત્યાં એક ગામના સરપંચ સાથે ચર્ચા કરીને કોવીડ કેર સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.

તેની સાથે સાથે મીડિયાના કોઈ સંબોધનમાં રૂપાણી સાહેબે કીધું હતું કે, ગુજરાતમાં હાલની સ્થિતિ કરતા પણ સ્થિતિ વધુ ખરાબ બને તો પણ સરકારની તેની સામે લાડવા માટે તૈયાર છે.

સરકાર દ્વારા રાજ્યની એક લાખ બેડ તૈયાર કરી દેવાયા છે. તેની સાથે સાથે એક મહિનામાં ૭ લાખ રેમડેસીવીર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા છે. તેવી રીતે રૂપાણી સાહેબે એવું પણ કીધું હતું કે જો ડર ગયા વો મર ગયા. પહેલી લહેર કરતા આ લહેરમાં કેસો ઘટ્યા છે પણ બેડ અને ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે.

રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા જાય છે, તો સરકારે ત્રીજી લહેરની સામે સક્ષમ બનવાની પણ તૈયારી ચાલુ કરી દીધી છે. નિષ્ણાતો, ડોકટરો, વૈજ્ઞાનિકો તેમજ જરૂરી તમામ લોકો ભેગા મળીને ગંભીરતાથી રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે.

error: Content is protected !!