સુરત: વીજ વાયર તૂટીને મહિલાના ગળામાં વીંટાઈ જતા,તેના પતિની સામે જ મોત થયું.

હાલમાં અવાર નવાર કેટલાક કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે અને તેમાં રોડ અક્સમાત,અને બીજા કેટલાય અકસ્માત થતા જ રહેતા હોય છે,તેની અંદર સુરત જિલ્લાના ભાથા ગામમાં સોમવારની સવારમાં એક પરિણીત મહિલાની ઉપર ઇલેક્ટ્રિક વાયર તૂટીને પડ્યો હતો અને આ તારમાં કરંટ હોવાને લીધે આ મહિલાએ તેના પતિની સામે જ ખુબ જ પીડા દાયક મોત થયું હતું

અને જેમાં આ આખા કિસ્સા દરમિયાન મહિલાનો પતિ લોકોની સામે મદદનો અવાજ કરી રહ્યો હતો અને તેની પછી આ મહિલાના મોત થઇ ગાયના બાદ અંદાજિત અડધા કલાક થયાના બાદ જ વીજ વિભાગના કર્મચારીઓ આ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

આ મૃતક મહિલાનું નામ ભાવના બેન હતું અને તેમના પતિ કનુભાઇ રાઠોડે એવું કહ્યું હતું કે,ભાવના ઘરની બાવડીમાં સફાઇ કામ કરી રહી હતી અને તેવા જ સમયે એક ઇલેક્ટ્રિક વાયર તૂટીને તેને તેના ગળામાં વીંટાઈ ગયો અને તે જોર જોરથી ચીસો પાડવા લાગી હતી અને તેની માટે મેં પણ બૂમો પડી અને થોડીક જ વારમાં ભાવનાનું મૃત્યુ થયું હતું.

આ મહિલાના પતિએ એવું કીધું હતું કે,આ વીજ વાયર અંદાજિત ૨૦ થી ૨૫ વર્ષ જૂનો છે અને તે છેલ્લા અમુક વર્ષોમાં ૩ થી ૪ વાર તૂટી ગયેલો છે

અને જેટલી વખતે વીજળી વિભાગના કર્મચારીઓ અહીં આવતા હતા અને તે ક્યારેય સંપૂર્ણ વાયરને નહતા બદલાતા,જેથી કરીને આ અકસ્માત સર્જાયો હતો,આ મહિલાના મોતની માહિતી મળતાની સાથે જ કર્મચારીઓને અહીં પહોંચવામાં અડધો કલાક થયો હતો.

error: Content is protected !!