એક વિધવા માતાનો દીકરો કંઈક આવી રીતે બન્યો CLASS 1 અધિકારી…

આપણા દેશમાં એવા કેટલાય પરિવારો આવેલા છે, જેઓના પરિવારમાં કોઈ મોભી હોતું નથી. બસ ખાલી કોઈ વિધવા મહિલા જ ઘરમાં હોય છે, જેથી આ ઘરને અને ઘરમાં રહેતા તેના બાલ-બચ્ચાઓનું ગુજરાન ચલાવવાની માટે આ એક વિધવા મહિલા તેનાથી થતી પુરેપુરી મહેનત કરી લે છે. તેની સામે તેના બાળકો પણ તે વિધવા માતા કે મહિલાને તેમનાથી બનતો અને પુરેપુરી મદદ કરે છે.

તેવો જ એક કિસ્સો ટંકારા તાલુકાના હરમતીયા ગામમાં ખેતી કામ કરતા આ પરિવારના મોભી જેહરામભાઈનું વર્ષ ૧૯૯૨ માં માર્ગ અકસ્માતમાં કરુણ મૃત્યુ થયું હતું. જેથી ૩ દીકરીઓ અને ૧ દીકરાના ઉછેરની જવાબદારી હવે તેની આ વિધવા માતાની ઉપર આવી ગઈ હતી.

આ માતાનું નામ અનસુયાબેન હતું, આ વિધવા મહિલાની ઉપર આ બાળકોનું ગુજરાન ચલાવવાની માટે જવાબદારી આવી ગઈ હતી. અનસુયાબેને હિંમત હાર્યા વગર જ ખેતી કામ કરવાનું ચાલુ કરી દીધું.

અનસૂયા બહેન સવારે વહેલા ઉઠીને ખહેતી કામ કરવાની માટે જતા હતા, તેવામાં કેટલાય વખતે આ વિધવા મહિલા રાત્રે પણ પાણી વારવા જતા હતા. આ વિધવા માતા તેમના બાળકોની માટે એવું જ ઇચ્છતી હતી

કે તેમના ચારેય બાળકો ભણી ગણીને કંઈક કરે. જેથી આ અનસુયાબેને આ બાળકોને ભણાવીને પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યા. આ માતાના બાળકો રાત્રે સુઈ જતા ત્યારે પણ તે માતા મહેનત મજૂરી કરતી હતી.

આ માતાએ તેમના દીકરાને ભણાવ્યો હતો અને તેના લગ્ન પણ કરાવ્યા હતા, ત્યારબાદ આ દીકરાએ GPSC ની તૈયારી ચાલુ કરી હતી. કેટલીક વાર નાપાસ થતા નારાજ થઇ જતો અને એક વાર તેની મહેનત રંગ લાવી અને તે પાસ થઇ ગયો તે

સરકારના નર્મદા જળ પુરવઠા વિભાગમાં ક્લાસ-૧ માં આખા ગુજરાતમાં પહેલા નંબરથી પાસ થઇ ગયો. તેની પાછળ તેની માતાના આશીર્વાદ હતા અને તેથી માત્ર ૩ જ જગ્યાઓમાંથી પહેલા નંબરે પાસ થઇ ગયો.

error: Content is protected !!