જીગ્નેશ કવિરાજનું વિદેશની ધરતી પર એવું ભવ્ય સ્વાગત થયું કે, આફ્રિકાવાળા જોતા જ રહી ગયા કે આ કોણ આવ્યું.

ગુજરાતના લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજને તો તમે બધા જાણતા જ હશો. જીગ્નેશ કવિરાજ પોતાના લાઈવ પ્રોગ્રામ માટે ખુબજ જાણીતા છે. જીગ્નેશ કવિરાજના લાઈવ પ્રોગ્રામ જોવા માટે હજારો લોકો ઉમટી પડતા હોય છે. જીગ્નેશ કવિરાજ ભારતના અલગ અલગ રાજ્યોની સાથે સાથે વિદેશોમાં પણ ઘણા પ્રોગ્રામો કરી ચુક્યા છે.

જયારે પણ કોઈ ગુજરાતી કલાકાર વિદેશમાં કોઈ પ્રોગ્રામ કરવા માટે જાય છે ત્યારે ત્યાં વસેલા આપણા ગુજરાતી ભાઈઓ દ્વારા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવતું હોય છે. ત્યારે જીગ્નેશ કવિરાજ સાથે પણ કઈ આવું જ થયું હતું. જીગ્નેશ કવિરાજને આફ્રિકાના જામ્બિયામાં એક લગ્ન પ્રસંગે લાઈવ પ્રોગ્રામ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.

આ પ્રોગ્રામમાં જીગ્નેશ કવિરાજ તેમના મિત્ર રાકેશ ભાઈ બારોટ અને મનુભાઈ રબારી સાથે આફ્રિકાના જામ્બિયામાં લગ્ન પ્રસંગે પ્રોગ્રામ કરવા ગયા હતા. ત્યાં જઈને પોતાના અવાજથી જીગ્નેશ કવિરાજએ ધૂમ મચાવી હતી.

જીગ્નેશ કવિરાજ જેવા જ આફ્રિકાની ધરતી પર જેવો પગ મુક્યો કે તેમનું ખુબજ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેવું મોટા મોટા સુપરસ્ટારનું પણ નથી થતું. આ પરથી તમે અનુમાન લગાવી શકો છો કે આપણા ગુજરાતી કલાકારો કેટલા ફેમસ છે.

error: Content is protected !!