અમદાવાદના આ યુવકને સોસીયલ મીડિયા માટે સ્ટંટ કરવો એટલો ભારે પડી ગયો કે તે ઘરેથી વિડીયો બનાવવા માટે ગયો હતો પણ ઘરે પાછો તેનો મૃતદેહ આવ્યો.

આજનો જમાનો ખુબજ ટેક્નોલોજી વારો છે. આજના યુવાનોમાં સોસીયલ મીડિયા પર સ્ટાર બનવાનો ખુબજ ક્રેઝ ચાલી રહ્યા છે. આજે દરેક યુવક સોસીયલ મીડિયા પર સ્ટાર બનવા માંગે છે. આજના યુવાનો સોસીયલ મીડિયામાં ફેમસ થવા માટે ઘણા અવનવા કામ કરીને તેનો વિડીયો સોસીયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. પણ અમુકવાર તેમના આ કામ જ તેમના માટે આફત બનીને આવતા હોય છે.

આજે અમે તમને અમદવાદના એક એવા જ યુવક વિષે જણાવીશું કે સોસીયલ મીડિયા માટે વિડીયો બનાવતા બનાવતા યુવકને મૃત્યુ મળ્યું. યુવકનો આ સ્ટંટ તેના જીવનનો અંતિમ સ્ટંટ બની ગયો. યુવક ઇન્સ્ટગ્રામ માટે વિડીયો બનાવવા માટે રેલવે ટ્રેક પર ગયો હતો. અને ઘરે યુવકનો મૃતદેહ પાછો આવ્યો.

આ ઘટના અમદાવાદની રાણીપ વિસ્તારનો છે. રાણીપનો આ યુવાન પોતાના ઇન્સ્ટગ્રામ રીલ બનાવવા માટે રેલવે ટ્રેક પર ગયો હતો. ત્યાં વિડીયો શૂટ કરતા દરમિયાન યુવકની સ્ટંટ કરતા સમયે ભૂલ થઇ અને તે ભૂલે તેનો જીવ લઇ લીધો છે. યુવકનું મૃત્યુ થતા જ એક પરિવારે પોતાનો કુલદીપક ગુમાવી દીધો આજે તે માતા પિતાની શું વેદના હશે તેની કલ્પના કરવી પણ ખુબજ મુશ્કિલ છે.

આ યુવક ૩૦ સેકન્ડનો વિડીયો બનાવવા માટે ગયો હતો, તે ૩૦ સેકન્ડમાં ફેમસ તો ના બની શક્યો પણ યુવકને પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો હતો. અમે આજના યુવાનોને એટલું જ કહીશું કે સોસીયલ મીડિયા માટે વિડીયો બનાવવા કઈ ખોટું નથી

પણ પોતાની સલામતીનું ધ્યાન રાખો શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું એનો ભેદ ખબર હોવો જોઈએ. તમે તો દુનિયા છોડીને જતા રહેશો પણ તમારી પાછળ તમારા માતા પિતાનું શું.

error: Content is protected !!