દીકરીના લગ્નમાં વેવાઈએ કરિયાવળમાં જે માગ્યું તેનાથી દીકરીના પિતા રડી પડ્યા…
દુનિયાભરમાં દહેજના અનેક કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે, તેવો જ એક કિસ્સો જે સાંભળીને તમે પણ રડી પડશો. જેમાં એક પરિવાર અને પરિવારમાં પ્રકાશભાઈ, તેમના પત્ની લીલા બેન, તેમના પુત્ર અને પુત્રી એક ગામમાં
તેઓનું ઘર અને ગુજરાન ચલાવતા હતા. આ પરિવાર એકદમ મધ્યમ વર્ગનો પરિવાર હતો, જેથી દીકરી મોનીકા મોટી હોવાથી તેની સગાઇ કરી અને તેના લગ્ન પણ જલ્દી જલ્દી નક્કી કરી દીધા હતા.
એક દિવસે અચાનક ફોનની ઘંટડી વાગી, ફોન ૧૪ વર્ષના રાહુલે ઉપાડ્યો હતો. થોડી વારમાં પિતાજી પ્રકાશભાઈ આવ્યા, રાહુલે પિતાને કહ્યું કે દીદીના થનારા સસરાનો ફોન આવ્યો હતો.
ત્યારબાદ પપ્પાએ કહ્યું મને ખબર છે તેઓ કાલે દહેજની વાત કરવા માટે આવવાના છે. ઘણી મુશ્કેલી પછી મોનીકા માટે આવો સારો છોકરો મળ્યો હતો જેથી પ્રકાશભાઈ તેને જવા દેવા નહતા માંગતા. બીજે દિવસે વેવાઈ કાળુભાઇ પ્રકાશભાઇના ઘરે આવ્યા. થોડી વાર સુધી ચા પાણી કર્યું હતું અને કાળુભાઈએ પ્રકાશભાઈને કહ્યું ચાલો હવે કામની વાત કરી લઈએ.
કાળુભાઈએ કહ્યું ચાલો દહેજની વાત કરી લઈએ, તો પ્રકાશભાઈએ હાથ જોડીને કીધું જે તમને ઠીક લાગે એમ હું મરાઠી થતી પુરેપુરી કોશિશ કરીશ. ત્યારબાદ કાળુભાઈએ પ્રકાશભાઈના બંને હાથ પકડીને કહ્યું,
તમે કન્યાદાનમાં કોઈ વસ્તુ આપો કે ના આપો, ઓછું આપો કે વધારે આપો તે બધું મને સ્વીકાર્ય છે. તમે દેવું કરીને કઈ ના આપતા, કેમ કે દેવું કરીને કઈ આપશો તો તે મને સ્વીકાર્ય નથી. કેમ કે, જે દીકરી પોતાના પિતાને દેવામાં ડુબાડી દે એવી કરજ વળી દીકરી મારે નથી જોઈતી. મારે તો કરજ વિનાની વહુ જોઈએ છે, જે આવીને મારા ઘરની સંપત્તિ વધારે.
આ સાંભળીને પ્રકાશભાઈ આશ્ર્યચકિત થઇ ગયા, તેઓએ એક બીજાને ગળે લગાવી દીધા. પ્રકાશભાઈની આંખો ભીની થઇ ગઇ અને ગળગળા અવાજે બોલ્યા તમે જે કહ્યું એજ થશે.