વેક્સીન આપણા શરીરમાં જઈને શું કામ કરે છે?… આટલું જાણ્યા પછી તરત જ વેક્સીન લેવા દોડશો.

લોકો હવે માસ્કથી એટલા ટેવાઈ ગયા છે કે જો માસ્ક ન પહેર્યું હોય તો વિચિત્ર લાગે. અત્યારે સરકાર દ્વારા લોકોને રસી લેવા માટે કેમ વારંવાર કહેવામાં આવું રહ્યું છે? શું તમને ખબર છે કે વેક્સીન આપણા શરીરમાં ગયા પછી શું કામ કરે છે.

જયારે પણ કોરોના વાઇરસ આપણા શરીરમાં પ્રવેશે ત્યારે આપણા કોષમાં રહેલા રિબોજોમને તે હાઇજેક કરી લે છે અને કોરોના વાઇરસ રિબોજોમ પાસે પોતાના જેવા બીજા વાઇરસ બનાવવાનું કહે છે. આમ શરીરમાં કોરોના વાઇરસ વધતો જ જાય છે.

કોરોનાને વધતો રોકવા માટે આપણે એન્ટબોડીની જરૂર હોય છે. કેમકે તમને ખબર જ હશે કે કોરોના વાઇરસના શરીર પર કાંટા હોય છે તે કાંટા વડે આપણા કોષોમાં પ્રવેશે છે. જયારે આપણા શરીરમાં એન્ટીબોડી નાખવામાં આવે ત્યારે તે કોરોના વાઇરસના કાંટા પર પોતાનું એક લેયર બનાવી દે છે તેથી તે કોરોના વાઇરસને આપણા કોષોમાં પ્રવેશવા નથી દેતો.

વેક્સિનનું કામ એ છે કે શરીરમાં કોરોના વાઇરસ પ્રવેશે એની પહેલા જ શરીરમાં આ પ્રકારના એન્ટીબોડી ઉભા કરી લેવા. જયારે તમે વેક્સીન લોછો એના બે દિવસ સુધી શરીરમાં એન્ટીબોડી બનવાનું શરુ રહે છે અને એ સમયે આપણને તાવ આવે છે.

આ પ્રોસેસ પતિ જાય એટલે આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમ કોરોના વાઇસર સામે લાડવા માટે કમ્પ્લીટ તૈયાર થઇ જાય છે. વેક્સીન લીધી પછી પણ કોરોના થઇ શકે છે પણ હવે તમારી ઇમ્યુન સિસ્ટમને ખબર છે કે વાઇરસ સાથે લડવામાં કેવા શસ્ત્રો વાપરવાના છે. એટલે જો તમને કોરોના થશે તો પણ તમે જલ્દી સાજા થઈ જશો.

error: Content is protected !!