તૈકતે વાવાજોડુ તો ગયું પણ હવે આ લોકોનું કોણ? આ લોકો હવે મદદની રાહ જોઈને બેઠા છે.
તૈકતે વાવાજોડાએ ગુજરાતના ઘણા વિસ્તારોના પોતાનો કહેર વરસાવ્યો છે. તૈકતે વાવાજોડાએ ઘણા લોકોની સંપત્તિને એટલું નુકશાન પહોંચાડ્યું છે કે એમની પાસે હવે કઈ જ નથી વધ્યું.
ભાવનગર ગોગા રોડની નજીક આવેલા અવાણીયા ગામ નજીકના પાદરમાં આવેલું આવણીયાના ખાર તરીકે ઓળખાતું ગામમાં મૂળ કચ્છના જત કોમના લોકો અહીં ઊંટ ચરાવીને અને પશુપાલન કરીને પોતાનું જીવન નિર્વાહ કરે છે.
આવા લોકો પોતાના ઘાસના બનેલા ઝૂંપડામાં રહે છે. આ જત કોમના લોકોના ઝુંપડાને તૈકતે વવાજોડા ખુબજ નુકસાન પહોંચાડ્યા છે. આ લોકો મૂળ પોતાનું ગુજરાન પશુપાલન દ્વારા ચલાવે છે. સરકાર દ્વારા આ જગ્યા ખાલી કરતા તેમને પોતાના પશુ ઓને પણ ખુલ્લા મૂકી દીધા હતા અને હવે તેમના પશુ ક્યાં છે. તેમને ખબર નથી.
આ લોકોના ડોક્યુમેન્ટ પણ નથી બચ્યા. લોકોના ઘર સાવ વેર વેરાણ થઇ ગયા છે. એવામાં લોકોને સરકાર તરફથી મદદની ખુબજ આશા છે. હાલ આ લોકોની એવી પરિસ્થિતિ છે
કે તેમની પાસે હવે કઈ જ નથી બચ્યું. આ લોકો કહે છે. કે અમે ઘરને બધું જાતે બનાવી દેશું પણ હાલ અમારી પાસે લાકડા કે કઈ માલ સમાન જ નથી . લોકોને સરકાર તરફથી હાલ ખુબજ મદદની આશા રાખીને બેઠા છે.