વાવાજોડામાં પીડિત પરિવારોને થયેલા નુકશાન માટે સરકારે કરી આટલા લાખની મદદની જાહેરાત.
ગુજરાતમાં આવેલા તાઉતે વાવાજોડાએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. આ વાવજોડાએ ઘણા લોકોના જીવ લીધા છે. સાથે સાથે લોકોની સંપત્તિને પણ ઘણું નુકશાન પહોંચાડ્યું છે.
ત્યારે પ્રધાન મંત્રી મોદી દ્વારા પીડિત પરિવારો ને 1000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જે લોકો આ વાવાજોડામાં મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારોને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.
આ સાથે વિજય રૂપાણી એ જાહેરાત કરી છે કે ગુજરાત સરકાર દ્વારા જે લોકો વાવજોડામાં મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારો ને 4 લાખ રૂપિયા આપવામા આવશે. આમ પીડિત પરિવારને
કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ અને ગુજરાત સરકાર દ્વારા 4 લાખ એમ કુલ 6 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. આ રીતે સરકાર દ્વારા વાવાજોડામાં મૃત્યુ પામેલા લોકોને સહાયની જાહેરાત કરવામાં આવી છે.
જયારે પણ ગુજરાત પર આવી વિકટ પરિસ્થિતિ આવે છે. ત્યારે મોદી સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવે છે. તાઉતે વાવજોડા ના કારણે કરોડોનું નુકશાન થયું છે. માટે પીડિત પરિવારોને પણ સરકાર તરફથી સહાયની આશા હતી. પ્રધાન મંત્રી દ્વાર હવાઈ સર્વે કર્યા પછી 1000 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે.