તાઉતે વાવાજોડાએ અમરેલીના આખા ગામને જ ઉડાવી દીધું, વાવજોડાના ગયા પછી હવે ઠેર ઠેર નુકશાનના દ્રશ્યો સામે આવી રહયા છે.
તાઉતે વાવાજોડાએ આખા ગુજરાતમાં તબાહી મચાવી છે. તબાહીના ઘણા વિડીયો પણ સામે આવી રહયા છે. આ પરથી તમે અનુમાન લગાવી શકો છો કે આ વાવાજોડું કેટલું ભયાનક હતું.
તાઉતે વાવાજોડાએ ઘણા વૃક્ષઓ અને કાચા મકાનોને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આવો જ એક વિડીયો હાલ સોસીયલ મીડિયા પર ફરી રહ્યો છે. આ વિડીયો અમરેલીના એક ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તાઉતે વાવાજોડાએ અમરેલીના આ ગામને તબાહ કરી નાખ્યું હતું. લોકોના મકાનો અને તેમની મિલકતોને ભારે નુકશાન પહોંચ્યું છે. વાવાજોડાએ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ વિસ્તારોમાં ભારે નુકશાન પહોંચાડ્યું છે. આ જિલ્લાઓમાં તાઉતે વાવાજોડાએ આખા ગોમોને પોતાનું નિશાનો બનાવીને તબાહી મચાવી છે.
તબાહીનો આવો જ એક વિડીયો અમરેલીના ગામનો સોસીયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો જ્યાં લોકોના ઘરો ને ખુબજ નુકશાન પહોંચ્યું છે. લોકોના ઘરેની છત થી લઈને દીવાલો પણ પડી ગઈ છે. ખેતરોમાં ઉભો પાક પણ નાશ પામ્યો છે. માટે ગરીબ ગામડાના લોકો માટે આ એક તકલીફ ભર્યો સમય છે માટે લોકો હવે સરકારની મદદની રાહ જોઈ રહ્યા છે.