વાવાઝોડું કેટલી ઝડપે આવી રહ્યું છે, ક્યાં પહોંચ્યું અને આટલા વિસ્તારમાં તેની અસર કરશે જાણો…
હાલમાં ગુજરાતની ઉપર તૌકેતે નામનું વવઝુડું ત્રાટકવાનું છે, તે વવઝુડું ક્યાં પહોંચ્યું છે અને હવે ગુજરાતમાં ક્યાં ત્રાટકશે. હાલમાં આ વવઝુડું મુંબઈથી આગળ વધીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સરકારે પણ આ વાવાઝોડાની સામે કોઈ જાનહાનિ ના થાય તેની માટે ટીમ તૈનાત કરી કરી દેવાઈ છે.
હાલમાં ગુજરાતના દરિયા કિનારે તૌકેતે વાવાઝોડાનો ભય ઉભો થયો છે. આ વાવાઝોડું ૧૯ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનિક સ્ટોર્મ વધુ મજબૂત બની ગયું છે.
આ વાવાઝોડાની તૈયારીઓ કરવા માટે ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વિડિઓ કોન્ફરન્સમાં સ્થિતિ બેકાબુ ના થાય તેની માટે ટીમ તૈનાત કરી દેવાઈ છે.
આ સ્થિતિમાં સરકારે આર્મી, નવસેના અને વાયુ સેનાને તૈનાત પણ કરી દીધી છે. આ વાવાઝોડાની અસર ૧૭ મી મેં ના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે અસર થશે.
તેની સાથે સાથે ૧૭ મી અને ૧૮ મી તારીખે અમદાવાદ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, અને ખેડા આટલા વિસ્તારમાં અસર જોવા મળશે.