વાવાઝોડાએ એક માસુમ દીકરીનો ભોગ લીધો, અત્યારે દાદા તેમની દીકરીને રમાડવા માટે શોધી રહ્યા છે…

હમણાં આવેલા તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં તેનો કહેર વરસાવ્યો છે. જેમાં મોટા ભાગે સૌરાષ્ટ્રમાં ભારે અસર કરીને મોટી નુકસાન પહોચાડ્યું છે. તેવામાં એવા કેટલાક હૃદય કંપાવી નાખે તેવા કિસ્સાઓ પણ સર્જ્યા છે

જેને સાંભરીને આપણા રુવાડા ઉભા થઇ જશે. મોટાભાગે આ વાવાઝોડાએ રાજુલા, ઉના, ગીર સોમનાથ જ્યાં પાક અને ઘરોને મોટું નુકસાન થયું છે. ૧૩ જેટલા નિર્દોષ લોકોના પણ મૃત્યુ થયા છે.

તેવો એક હ્રદય કંપાવી નાખે તેવો કિસ્સો જે અમરેલી જિલ્લાના રાજુલાનો છે, રાજુલામાં સૌથી વધારે અસર જોવા મળી છે. રાજુલાના તબક્કલ નગરમાં મોડ રાત્રે વાવાઝોડાના કારણે દીવાલ ધરાશાયી થતા

એક જ પરિવારના ચાર જેટલા લોકો દટાઈ ગયા હતા. તે ઘરના મોભી અને સ્થનિકોએ ઘરનો દરવાજો તોડીને આ દટાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક પતિ, પત્ની અને એક બાળકીને બચાવી લીધી હતી. જયારે એક બાળકીનું કરુણ મોત થયું હતું.

આ દીકરીના પરિવારના મોભી વ્યક્તિએ ભારે હૈયાફાટ રુદન પણ કર્યું હતું. તેઓ એવું જણાવે છે કે, થોડા સમય પહેલા આ દીકરી અહીંયા રમતી હતી. પછી વરસાદ આવતો હતો જેથી અમે બહાર બેસ્યા હતા

અને અચાનક અવાજ આવ્યો જેમાં છોકરાએ બૂમ પણ પાડી હતી બાપા મને બચાવો જેથી અમે દરવાજો તોડીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. તેમાં ૩ લોકોને બહાર કાઢ્યા પણ તેમાં એક દીકરી મૃત્યુ પામી.

error: Content is protected !!