વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, રાજ્યભરમાં તબાહી મચાઈ…
ગુજરાતમાં આવેલ તૌકતે વાવાઝોડાએ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભયંકર સ્થિતિ સર્જી દીધી છે. હાલમાં એક બાજુએ કોરોનાએ ઉથલો માર્યો છે. તો બીજી બાજુ આ વાવાઝોડાએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વિનાશ સર્જ્યો હતો. કેટલીય જગ્યાએ વૃક્ષઓ, વીજના થાંભલાઓ, મકાનોની છત વગેરે ઉડી ગયું છે.
તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ વીજપોલ અને વૃક્ષઓ પડી ગયા છે જેથી રસ્તાઓ પણ બંધ થઇ ગયા છે. આ વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં એટલી ભયાનક સ્થિતિ સર્જાઈ છે કે જેનાથી કેટલાય ઘરોની છતો પણ ઉડી ગઈ છે.
જેથી તહેસ મહેસ થઇ ગયા છે. સોમનાથનો દરિયો ગાંડો તુર થઇ ગયો છે. તેની સાથે સાથે સૌરાષ્ટના કેટલાક ગામોમાં પાકોને પણ નુકસાન થયું છે. અહીંના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે.
આ વાવાઝોડાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે, આ વાવાઝોડું હાલમાં અમદાવાદથી ઉત્તરગુજરામાં થઇને તે રાજસ્થાન જશે. તેની અસર તો ભયાનક થઇ ગઈ છે, અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો હતો.
અમદાવાદની આજુબાજુના ગામોમાં પણ પાકોને નુકસાન થયું છે. કેટલાક રસ્તાઓમાં પણ ઝાડવા પડી ગયા છે. આ વાવાઝોડાના વિકરાળ સ્વરૂપને લીધે તંત્રને આમ તેમ દોડતું કરી દીધું છે.