૪૬ વર્ષીય વસુ બેને મરતા મરતા પણ કર્યું એવું સમાજસેવાનું કામ કે લોકો તેમના કામને વર્ષો સુધી યાદ રાખશે.

સૌથી પુણ્યનું કામ છે કોઈ વ્યક્તિનો જીવ બચાવવો, કઈ આવી જ ખબર અમદાવાદ સિવિલ હોસ્પિટલથી સામે આવી છે. જયારે એક રાજસ્થાનની મહિલાએ મૃત્યુ પછી પણ બીજા લોકોને નવું જીવનદાન આપતા ગયા અને સમાજમાં લોકોને માનવા ભણાવતા ગયા. હવે લોકોની અંગદાન પ્રત્યે જાગૃતિ વધી રહી છે. લોકો પોતાના સ્વજનોના અંગોનું દાન કરીને બીજા લોકોને નવું જીવન આપી રહ્યા છે.

આ ઘટના અમદાવાદ સિવિલ હોસ્પિટલની છે. જ્યાં રાજસ્થાનના ડુંગરપૂરના વાસુ બેન રોડ એક્સિડન્ટમાં ખુબજ ઘાયલ થયા હતા. તેમને ડુંગરપૂરથી સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. વસુ બેનની તબિયત વધારે બગડતા તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરો દ્વારા વસુ બેનને બ્રેન ડેડ જાહેર કરવાં આવ્યા હતા. એના પછી વસુ બેનના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતા તે વસુ બેનના અંગદાન કરવા માટે તૈયાર થઇ ગયા હતા. જ્યાં વસુ બેન ના ચાર જેટલા અંગોનું દાન લેવાંમાં આવ્યું હતું. તેમાંથી વસુ બેનના ફેફસા વિમાન દ્વારા અમદાવાદથી હૈદરાબાદ મોકલવામાં આવ્યા હતા.

ત્યાં એક વ્યક્તિને વસુ બેનના અંગોનું પ્રત્યા રોહન કરવામાં આવશે. આજે વસુ બેન મરતા મરતા, બીજા ૬ લોકોને નવું જીવનદાન આપતા ગયા. વાસુ બેનની આ કામગીરી લોકો હંમેશા યાદ કરશે. oડોક્ટરો દ્વારા વાસુ બેનના પરિવારનો પણ આભાર માનવામાં આવ્યો હતો.

error: Content is protected !!