પોલીસને જોતા જ જાનૈયાઓ વરરાજાને રસ્તા વચ્ચે જ ઘોડી પર છોડીને ભાગી ગયા. પછી જે થયું એ…
કોરોના કાળમાં લગ્ન કરવાની આખી રીત જ બદલાઈ ગઈ છે. ત્યારે એક એવી ઘટના સામે આવી રહી છે કે જેને સંભારીને તમારા હોશ જ ઉડી જશે. લગ્ન કરવાં માટે વરરાજા ઘોડી પર બેસીને બેન્ડ અને નાચતા જાનૈયાઓ સાથે દુલ્હનના ઘરે જવા નિકરી પડ્યા હતા પણ જેવા વરરાજા દુલ્હનના ઘરે પહોંચ્યા કે તરત જ ત્યાં પોલીસ આવી પહોંચી હતી.
કોરોનાના કારણે સરકાર દ્વારા લગ્ન પ્રસંગોમાં ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેવી પોલીસને જોઈ કે જાનૈયાઓ વરરાજાને એકલા ઘોડી પર છોડીને નાસી ગયા. આ પછી પોલીસે વરરાજા અને તેના પરિવારને ફટકાર લગાવી.
થોડી બોલા ચાલી બાદ વરરાજાને પોલીસે લગ્ન કરવા માટે રવાના કર્યા અને પોલીસ દ્વારા વરરાજા અને તેના પરિવાર વિરુદ્ધ કોરોના નિયમોના ઉલ્લગન કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર વરરાજાના પરિવાર દ્વારા કોરોના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું બેન્ડ અને નાચતા જાનૈયાઓ સાથે લગ્ન કરવા જતા વરરાજા વિરુદ્ધ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે
અને લગ્નમાં જતા લોકો 50 કરતા વધારે હતા. જેવી જાન દુલ્હનના આંગણે પહોંચી કે પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને વરરાજાને ઘોડી પર બેસેલા છોડીને જાનૈયાઓ ત્યાંથી ભાગી ગયા હતા.