ચોરીમાં કન્યાને બદલે વરરાજાએ પહેર્યું મંગલસૂત્ર, એવું તો શું થઇ ગયું…
સમાજમાં એવી ઘણી ઘટનાઓ બંને છે કે જે આપણું ધ્યાન આકર્ષિત કરે છે. શાર્દુલ અને તનૂજાની સ્ટોરી કંઈક આવી જ છે. આ બંને મુંબઈના છે. આ બંને એક જ કોલેજમાં ભણતા હતા
અને કોલેજ પતાવ્યા પછી આ બંને પોત પોતાની ફિલ્ડમાં નોકરી કરવા લાગ્યા હતા. અચાનક સોસીયલ મીડિયા દ્વારા આ બંને પાછા મળ્યા અને બંને એક બીજાના પ્રેમમાં પડી ગયા અને લગ્ન માટેની તૈયારીઓ શરુ કરી દીધી.
જયારે લગ્નનો સમય નજીક આવ્યો ત્યારે શાર્દુલ જાહેરાત કરી કે લગ્ન મંડપમાં તેઓ મંગલસૂત્ર પહેરશે. શા માટે ફક્ત સ્ત્રીઓ જ મંગલ સૂત્ર પહેરે પુરુષોએ પણ મંગલસૂત્ર પહેરવું જોઈએ માટે હું પણ મંગલસૂત્ર પહેરીશ.
આ વાત આખા મુંબઈમાં આગની જેમ ફેલાઈ ગઈ અને અમુક લોકોએ પછી શાર્દુલને કહ્યું કે સાથે સાથે સાડી પણ પહેરી લો બીજી ગણી વાતોના મેણા માર્યા.
આવી વાતો પર ટ્રોલ અને મેણા મારનારા લોકો એક નંબરની નવરી બજાર હોય છે. આપણને ખબર છે કે કઈ વસ્તુ સાચી છે અને કઈ વસ્તુ ખોટી, દરેક વ્યક્તિ પોતાની લાઈફમાં જે પણ કરવા માંગે છે. એને એ કરવાનો પુરેપૂરો અધિકાર છે. શાર્દુલએ મંગલસૂત્ર પહેરવું કે ન પહેરવું એના માટે તે પુરી રીતે સ્વતંત્ર છે. વ્યક્તિગત સ્વતંત્રતા ખુબજ મહત્વની છે.