લગ્નમાં જેવી પોલીસે એન્ટ્રી મારી કે વરરાજા દુલ્હનને લઈને ઉભા રોડે ભાગવા લાગ્યા.

ગુજરાત અને આખા દેશમાં કોરોના પોતાનો કહેર વરસાવી રહ્યો છે. એવામાં સામાજિક પ્રસન્ગો માં લોકોની સંખ્યાને સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવી છે. એમાં પણ ગુજરાતની અંદર લગ્ન કરતા પહેલા પોલીસની પરવાનગી લેવી જરૂરી કરી દેવામાં આવી છે. હાલ સોસીયલ મીડિયા પર એવો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે કે તેને જોતાંની સાથે જ તમે પણ એકવાર વિચારમાં પડી જશો.

આ કિસ્સો લુણાવાડાનો છે જેમાં વીડિયોમાં તમે વરરાજા અને દુલ્હનને ભાગતા જોઈ શકો છો. જે સમયે વરરાજા લગ્નમાં બેઠા હતા એ સમયે પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને લગ્નમાં લોકોની સંખ્યા પણ ખુબજ વધારે હતી. પોલીસને જોતા જ પોલીસની કાર્યવાહીથી બચવા માટે વરરાજા અને દુલ્હન બંને ઉભા રોડે ભાગવા લાગ્યા હતા.

લગ્નમાં હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો બનાવીને સોસીયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. હાલ ગુજરાતમાં કોરોના સંક્રમણ ખુબજ વધતા સરકાર અને પોલીસ બંને એક્શનમાં આવી ગઈ છે.

પોલીસ દ્વારા પણ લગ્નમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનાર લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે છે. એવામાં પોલીસને જાણ થઇ કે લુણાવાડાના એક ગામમાં લગ્નમાં નિયમ કરતા વધારે લોકો ભોગ થયા છે.

એવામાં પોલીસ જેવી ઘટના સ્થળે પહોંચી વરરાજા દુલ્હનને લઈને ઉભા રોડે ભાગવા લાગ્યા. આ ઘટનાનો વિડીયો હાલ સોસીયલ મીડિયા પર લોકો ખુબજ શેર કરી રહ્યા છે.

error: Content is protected !!