પીઠી ચોરેલી હાલતમાં વરરાજા પહોંચ્યા સ્મશાને અને કર્યો 3 મૃતદેહોનો અગ્નિસંસ્કાર. કેવી વિકટ પરિસ્થિતિ કહેવાય…
સમગ્ર રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે. આવી પરિસ્થિતિમાં પોતાના જીવની ચિંતા કર્યા વગર કોરોના વોરિયર્સ પોતાની ફરજ બજાવી રહયા છે. ત્યારે હ્રદયને સ્પર્શી જાય એવો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વલસાડની છે જ્યાં એક વરરાજાએ પીઠી ચોરેલી હાલતમાં સ્મશાનમાં જઈને 3 મૃતદેહોના અગ્નિસંસ્કાર કર્યા હતા.
એવું માનવામાં આવે છે કે લગ્નના થોડા દિવસો પહેલા વરરાજા અને તેના પરિવારના લોકો કોઈના પણ અગ્નિસંસ્કારમાં ભાગ લેતા નથી. મળતી માહિતી અનુસાર ગૌરવ નામનો આ યુવક વલસાડના એક સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવાનું કામ કરે છે.
ગૌરવ ઘરે લગ્નનો મંડપ બંધાયો હતો ઘરે લગ્નના ગીતો ગવાતા હતા તેમજ તેના પરિવારના લોકો ખુબજ ખુશ હતા. એજ સમયે સ્મશાનમાં એક ટેક્નિકલ ખામી સર્જાઈ આ અંગે ગૌરવને જાણ થતા જ તેઓ પીઠી ચોરેલી હાલતમાં સ્મશાનમાં પહોંચ્યા હતા.
ગૌરવએ સ્મશાનમાં જઈને 3 મૃતદેહને અગ્નિદાહ પણ આપ્યો હતો. ગૌરવએ પોતાના લગ્નના દિવસે પીઠી ચોરેલી હાલતમાં પણ સ્મશાનમાં આવીને મૃતદેહોને અગ્નિદાહ આપી પોતાની ફરજ બજાવી હતી.
આ સાથે લોકોને પણ પોતાની ફરજનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું. પોતાના લગ્નના દિવસે પણ પોતાની ફરજ બજાવી હોવાથી લોકો ગૌરવની ખુબજ પ્રશંશા કરી રહ્યા છે.