લગ્નમંડપમાંથી વરરાજા ભાગી ગયો તો કન્યા પક્ષે કોઈ એવા વ્યક્તિ જોડે લગ્ન કરાવી દીધા, તે જાણીને તમને પણ નવાઈ લાગશે…

દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન કરવાએ એક મહત્વનો ભાગ છે, તેવામાં આ લગ્ન વિષે આપણે એવા કેટલાય કિસ્સાઓ સાંભળતા હોઈએ જ છીએ. તો એક ચોંકાવનારો કિસ્સો હાલમાં ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના મહાજનપૂરની છે. જેમાં એક વરરાજા ચોળીમાંથી ભાગી ગયો હતો.

એવું કહેવામાં આવે છે કે, આ વરરાજાને દુલ્હન પસંદ નહતી, જેથી વરરાજા શરૂઆતની વિધિ પછી બધાનું ધ્યાન ના જાય તેવી રીતે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેથી દુલ્હનના પરિવારે વરરાજાના પરિવારની સામે કેસ પણ કર્યો છે.

આ મામલો હજુ પણ અજીબો ગરીબ બન્યો હતો, જેમાં વરરાજા તો ભાગી ગયો જેથી બંને પરિવારોએ આ વરરાજાને શોધવા માટે પ્રયાસો પણ કર્યા હતા. છેવટે ના મળતા આ કન્યાએ જાનમાં આવેલા એક વ્યક્તિની સાથે જ ફેરા ફરી લીધા હતા.

લગ્નનો દિવસએ દરેકે દરેક જોડા માટે ખુબ જ ખાસ હોય છે, પણ અહીંયા તો કંઈક જુદું જ થયું હતું. આ વરરાજા ચોળી મંડપમાંથી જ ભાગી ગયો હતો જેથી ત્યાંના લોકોએ વરરાજાની ઘણી વાર સુધી રાહ પણ જોઈ હતી

તેમ છતાં વરરાજા પાછો નહતો આવ્યો. ત્યારપછી જન્મ આવેલા કોઈ વ્યક્તિએ એવું કહ્યું કે આ જાનમાં આવેલા કોઈ સારા છોકરાને જોઈ લો અને તેને જ વરરાજા બનાવી લો. આ કન્યાએ જાનમાં આવેલા એક વ્યક્તિને વરરાજા નક્કી કર્યો અને તેમના લગ્ન પણ કરાવ્યા હતા.

error: Content is protected !!