વરરાજા ચાલુ લગને દુલ્હનના પગે પડી ગયા, તેની પાછળનું સાચું કારણ જાણીને તમે પણ બે ગડી વિચારતા થઇ જશો…
આપણા જીવનકાળ દરમિયાન એવા કેટલાય પ્રસંગો થતા જ હોય છે કે જેનાથી તે પ્રસંગ આપણે આખી જિંદગી સુધી યાદ રાખતા જ હોય છે. તેવો જ એક કિસ્સો જાણીને તમારા પણ હોશ ઉડી જશે.
હાલમાં પ્રેમ-પ્રકરણના કેટલાય કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે. તેવામાં એક એવો જ પ્રેમ લગ્નનો કિસ્સો છે જેને કદાચ તમે પહેલી વાર જ સાંભરતા હશો, આજદિન સુધી તમે એવો કિસ્સો નઈ સાંભર્યો હોય.
જેમાં એક યુવક અને યુવતીની વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો, તેઓએ થોડાક મહિનાઓ સુધી એક બીજાને બરાબર રીતે ઓરખી પણ લીધા હતા. ત્યારબાદ તેમના પરિવારની પણ મંજૂરી મળી ગઈ હતી કેમ કે તેઓ બંને એક જ સમાજના હતા જેથી તેઓને મંજૂરી મળી ગઈ હતી.
ત્યારબાદ તેમની સગાઇ પણ કરાવી લીધી હતી, પરિવારની મંજૂરીથી આ બંનેના લગ્ન પણ યોજાયા હતા. જેમાં આ બંને પરિવારોમાં જાણે એક ખુશીનો માહોલ આવી ગયો હોય તેવું પણ લાગી રહ્યું હતું.
પંડિતજીએ લગ્નની વિધિ પણ ચાલુ કરી દીધી હતી, આ યુગલોએ એકબીજાને વરમાળા પણ પહેરાવી દીધી હતી જેથી બંને પક્ષોના લોકોએ તાળીઓ પણ પાડી હતી. તેવામાં અચાનક આ વરરાજા અચાનક નીચે નમીને તેની બનનાર પત્નીને પગે લાગ્યો હતો.
આ જોઈને આજુબાજુમાં આવેલ મહેમાનો સ્તબ્ધ થઇ ગયા, અને કેટલાક લોકો હસવા પણ લાગ્યા હતા. એટલે જાનમાં આવેલા એક વડીલે આવીને પૂછ્યું કે બેટા આમ કેમ તું તારી પત્નીને પગે લાગ્યો. તો આ યુવકે એક સરસ જવાબ આપતા જણાવ્યું હતું કે, આ બીજું કોઈ નથી જે હવે મારા માતા અને પિતાનું સન્માન કરશે તેની સાથે સાથે તેમની સેવા કરવામાં પણ કઈ બાકી નહિ રાખે.
મારા ઘરની લક્ષ્મી થઇને તે મારા ઘરે આવશે, તે મારા વંશને આગળ પણ લઇ જશે. જે વખતે ડિલિવરી હશે તે વખતે તે મૃત્યુ સુધી જશે પણ બાળકને જન્મ આપશે. તે મારા ઘરનો દિપક છે,
તે જેવું વર્તન કરશે તેના આ વર્તનથી આખા સમાજમાં મારી એક આગવી ઓરખ પણ થશે. તેની સાથે સાથે મારી બધી જ મુશ્કેલીઓમાં તે મારી સાથે ખડે પડખે ઉભી રહેશે. જો તે એટલું કરી શક્તિ હોય તો હું તેનો આવી રીતે આદર ના કરી શકું. આ સાંભળીને તમામ લોકો આશ્ર્યચકિત થઇ ગયા હતા.