વાંદરાના મૃત્યુ પછી આ ગામના લોકોએ તેના વિધિસર અંતિમ સંસ્કાર કરીને તેરમીના દિવસે મુંડન કરાવી બેસણું રાખી પ્રસાદી વહેંચી શ્રદ્ધાંજલિ આપી..

આજના સમયમાં ઘણા એવા પ્રાણીઓને લોકો તેમના ઘરે પાળતા હોય છે જેમાં ખાસ કરીને કૂતરાંને લોકો રાખતા હોય છે. કૂતરાને સૌથી વફાદાર ગણવામાં આવે છે હાલમાં ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાંથી એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે.

જ્યાં એક વાંદરાનું મૃત્યુ થઇ જતા ગામના લોકોએ તેની અંતિમ વિધિ કરીને મુંડન પણ કરાવ્યું હતું.આગરાના તાજગંજ વિસ્તારમાં આવેલા શ્યામણ ગામમાં એક વાંદરા પ્રત્યે બધા જ લોકોને પ્રેમ હતો અને તે થોડા દિવસ પહેલા ઘાયલ થયો હતો.

એટલે તે થોડા જ સમયમાં મૃત્યુ પામ્યો હતો. તો ગામના લોકોએ ભેગા થઈને તેની વિધિસર અંતિમ વિદાય પણ આપી હતી. સાથે સાથે ૧૩ દિવસ સુધી શોક પણ રાખવામાં રાખીને બેસણું કર્યું હતું.

તેના પછી ગામના લોકોએ મુંડન વિધિ કરીને બેસણું પણ રાખીને તેરમીનો પ્રસાદ પણ ગામમાં વહેંચ્યો હતો. આ ગામમાં બધા જ લોકો વાંદરાના મૃત્યુ પછી ખુબ જ દુઃખી થયા હતા અને તેથી તેની ધાર્મિક વિધિથી અંતિમ વિધિની બધી જ કરવામાં આવી હતી.

ગામમાં લોકોએ પ્રસાદી પણ વહેંચી હતી અને ત્યારબાદ ગામના લોકોએ મુંડન પણ કરાવ્યું હતું.સાથે સાથે થોડા વર્ષો પહેલા આવી જ રીતે એક વાંદરનું મૃત્યુ થઇ ગયું હતું અને તેના પણ આવી જ રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આમ ગામના લોકોને વાંદરો પ્રત્યે ઘણો પ્રેમ છે અને તેથી જ હાલમાં પણ એવી જ રીતે વિદાય આપી હતી. આમ આખા ગામે આ વાંદરાને ભીની આંખે અંતિમ વિદાય આપી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!