વલસાડના રામાભાઈ અચાનક જ અંધ બની જતા તેમના બધા જ સપના તૂટી ગયા, પોતાના જેવી તકલીફ બીજા અંધ બાળકોને ના પડે તેની માટે શરૂ કર્યું એવું કામ કે……

જીવનમાં તકલીફો તો બધાને હોય છે પણ જે વ્યક્તિ તકલીફો સામે હિંમત નથી હારતો તેનો હંમેશા વિજય જ થાય છે. આવું કઈ વલસાડ ના રામાભાઈ સાથે થયું. રામાભાઈ ભણવામાં ખુબજ હોશિયાર હતા. તેમને સારી નોકરી કરીને માતા પિતાનો સહારો બનવો હતો પણ કુદરતને કઈ અલગ મંજુર હતું.

જયારે તે કોલેજમાં પોતાનો અભ્યાસ કરી રહયા હતા.ત્યારે અચાનક તેમની આંખોની રોશની જતી રહી. તેમનું જીવન અંધકારમય બની ગયું. અચાનક જીવનના જે બધા સપના હતા તે તૂટતાં જોવા મળ્યા પણ રામાભાઈએ હિંમત ના હારી અને એક બેન્કમાં ટેલિકોમ ઓપરેટરની નોકરી કઈ આત્મનિર્ભર બન્યા.

ત્યારે તેમને એક દિવસ થયું કે મેં તો મારુ સુધારી દીધું પણ મારી જેવા કેટલા અંધ લોકો હશે કે જેને મદદની જરૂર હશે.તો રામાભાઈએ પોતાના ઘરે જ ૮ અંધ બાળકોને ભણાવાવનું નક્કી કર્યું અને ભણાવીને તેમને પગ પર ઉભા કરવાનું નક્કી કર્યું.

તે આઠ બાળકોને પોતાના ઘરે જ રાખતા અને તેમને શિક્ષણ આપતા ધીરે ધીરે વિધાર્થીઓની સંખ્યા વધતી ગઈ તો તેમને આખી શાળા જ બનાવી દીધી. આજે તેમની શાળામાં કુલ ૧૭૦ અંધ બાળકો ભણે છે.

ભણવાની સાથે સાથે નોકરી કઈ રીતે લેવી તેની માટે પણ તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે. લોકો તેમની સંસ્થાને દાન પણ આપે. શાળા ભણતા અંધ બાળકો પાસેથી એકપણ રૂપિયો ફી લેવામાં નથી આવતી. રામાભાઈ આજ સુધી ઘણા બાળકોનું જીવન સુધારી ચુક્યા છે. એટલા માટે જ આજે લોકો તેમની ખુબજ પ્રશંશા કરી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!