આ પિતા પોતાની નવજાત દીકરીને હોસ્પિટલથી ઘરે દુલ્હનની જેમ ગાડીમાં વાજતે ગાજતે લઇ ગયો. આખું ગામ જોવા ઉમટી પડ્યું.

દીકરો દીકરી એક સમાન આ કહેવત ને સાચી કરતી એક ઘટન હરિયાણાથી સામે આવી છે. જ્યાં એક પિતા પિતાની નવજાત દીકરીને હોસ્પિટલમાંથી એક દુલ્હનની જેમ લઈને ગયા.

જો વાત હરિયાણાની કરવામાં આવે તો ત્યાં છોકરી અને છોકરામાં ખુબજ ભેદભાવ કરવામાં આવે છે. ત્યારે હરિયાણાના મનીષ ભાટિયાએ એક અલગ જ ઉદાહર સમાજને પૂરું પડ્યું છે.

પોતાની નવજાત દીકરીને જેમ દુલ્હનની ગાડી સજાવીને તેને વિદા કરવામાં આવે છે. તે જ રીતે આ પિતા પણ પોતાની દીકરીને ગાડીને સજાવીને ઘરે લઇ ગયા હતા. આ પરિવાર માટે ખુશીનો મોકો હતો. મોટા ભાગના લોકો દીકરીને ઉછેરવા નથી માંગતા ગણા લોકો દીકરીને રોડ પર છોડી આવે છે. એવા લોકો માટે આ પરિવાર એક ઉત્તમ ઉદાહર છે.

આ પિતા કહી રહ્યો છે કે હું ખુબજ ખુશ છુ. હવે મારી ગાડીના ચારે દરવાજા ખુલશે. મારો પરિવાર હવે પૂરો થઇ ગયો છે. આ દીકરીનો મોટો ભાઈ પણ તેની નાની બેનને ઘરે લઇ જવા માટે ખુબજ ખુશ હતો.

આ પિતા પણ પોતાની લક્ષ્મીને ઘરે લઇ જવા માટે ગાડીને સજાવીને હોસ્પિટલે પહોંચી ગયા હતા. તેમના ગામમાં પ્રવેશતાણી સાથે તે ઢોલ નગારા વાગવા લાગ્યા હતા. આગળ ગાડી ને પાછળ ઢોલ નગારા સાથે આ દીકરીનું ઘરે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘરે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!