બનાસકાંઠાનો એક શિક્ષક વહેમમાં આવીને એવું કામ કરી બેસ્યો જે આજે ખુબ પસ્તાઈ રહ્યો છે, સમાજને કોરોના વેક્સીન કરતા તો વહેમની વેક્સીનની વધારે જરૂર છે…

આ દુનિયામાં કેટલાય વ્યક્તિઓને વહેમની બીમારી હોય છે, વહેમ એક વાર વ્યક્તિમાં ઘૂસી જાય છે તો તેને કોઈ દિવસ સાચું દેખાતું નથી. તેવા અવારનવાર કેટલાય કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે. તેવામાં હાલ એક બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના એક ગામની છે.

અહીંયા એક વહેમીલા શિક્ષક પતિએ તેની પત્નીની ઉપર શંકા જતા એવું કર્યું કે તે જાણીને તમે પણ ગુસ્સે થઇ જશો. શંકા કરવાનો રોગ એક વખત માણસને લાગુ પડી જાય છે ત્યારથી લઈને જ્યાર સુધી માણસ મરતો નથી ત્યાં સુધી આ રોગનો શિકાર બની જાય છે.

પણ આજ સુધી આ શંકાની દવા શોધાઈ નથી. કેટલીય સદીયોથી આ માનવ જાત શંકાની સામે ઘૂંટણ ટેકી જ દે છે. આ વાવ તાલુકાના એક શિક્ષકને તેની પત્નીની ઉપર જ શંકા હતી જેથી કરીને તેને તેની પત્નીની સાથે ના કરવાનું કરી નાખ્યું.

આ શિક્ષકના લગ્ન થયા ત્યારથી જ તેની પત્નીની ઉપર વહેમ કરતો હતો અને તેની સાથે મારપીટ પણ કરતો હતો. જેમાં તે માનસિક અને શારીરિક ત્રાસ આપીને તેને પિતાના ઘરે પણ નહતો જવા દેતો, આ પતિને એવી શંકા હતી કે તેના પત્નીની કોઈ અન્ય સાથે સબંધ છે

તેવું કહીને તે તેની પત્નીને તેના પિયરમાં નહતો જવા દેતો. આ પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસ અને બીજા લોકોને ગુમરાહ કરી દીધા હતા તે એવું કહેતો હતો કે, તેને આત્મહત્યા કરી લીધી છે. જેથી હું અને મારી દીકરી નિરાધાર થઇ ગયા છે એવું કહેતો હતો. આ ઘટનાની સાચી માહિતી જયારે પોસ્ટમોટમ રિપોર્ટ આવ્યા ત્યારે ખબર પડી અને પોલીસે તેની ધરપકડ કરી હતી.

error: Content is protected !!