વડોદરાનો આ યુવાન કોરોના મહામારીમાં લોકોની કંઈક આવી મદદ કરીને લોકોના આશીર્વાદ લઇ રહ્યો છે.આ સમય માનવતા બતાવવાનો છે.

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્યારે વડોદરાનો આ યુવાન એના મિત્રો સાથે અનોખી સેવા કરી રહ્યો છે.રુકમિલ શાહ તેમના મિત્રો સાથે મળીને 45 થી વધુ ઉંમરના લોકો કે જે રસી કેન્દ્રં સુધી નથી જઈ શકતા તેવા વ્યક્તિઓને કેન્દ્રથી ઘરે અને ઘરેથી કેન્દ્ર સુધી લઇ જવામાં મદદ કરે છે.રુકમિલ દ્વારા આ મદદ કરવા માટે એક નંબર જાહેર કરવામાં આવ્યું છે.

જે પણ લોકો આ સેવાનો લાભ લેવા માંગતા હોય તે આ નંબર પર કોલ કે મેસેજ કરીને પોતાનું નામ અને સરનામું આપવાનું રહે છે.જયારે તેમનો વાળો આવે ત્યારે રુકમિલ કે તેમની ટીમનો કોઈ સદસ્ય તેમને વેક્સિનેશન સેન્ટર પર લઇ જાય છે અને આ સેવા પુરી પાડે છે.સિનિયર સિટીજન રુકમિલની આ સેવાથી ખુબજ ખુશ થાય છે અને તેમને આશીર્વાદ આપે છે.

રુકમિલ પોતે એક એન્જીનીર છે અને સાથે સાથે વડોદરા યુથ ફેડરેશન નામનું એક સંગઠન પણ ચલાવે છે.અત્યારે સ્કૂલ કોલેજો બંધ હોવાના કારણે પોતાના નવરાશના સમયમાં રુકમિલ અને તેના મિત્રો આ સેવાનું કામ કરે છે

અને સિનિયર સિટીજન લોકોના આશીર્વાદ લઈને રુકમિલ અને તેમના મિત્રો ખુબજ ખુશ થાય છે અને તેમના આશીર્વાદથી જ તેમને આ કામ કરવાની પ્રેરણા મળે છે.આ સમય માનવતા બતાવવાનો છે આ કોરોના મહામારીમાં તમારી આજુ બાજુ જો કોઈ વ્યકિને મદદની જરૂર છે અને તમે એ મદદ કરવા માટે કેપેબલ છો તો મદદ જરૂરથી કરો.

error: Content is protected !!