ઊંઝાની મહિલાઓ દિવસની હજારો રોટલીઓ બનાવીને અબોલા પ્રાણીઓનું પેટ ભરીને સાબિત કરી રહી છે કે માનવતા હજી જીવે છે…

હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીની વચ્ચે કેટલાય લોકો ભૂખ્યા રહીને તેમના દિવસો ગુજરી રહ્યા છે, તેવામાં મૂંગા જીવો પણ બિચારા લાચાર બની ગયા છે. તેમને પણ કોઈ રોટલો આપતું નથી, આ મૂંગા જીવો બિચારા જાય તો ક્યાં જાય. તેવામાં કેટલાક લોકો આ મૂંગા અને રોડ પર રખડતા જીવોને ખવડાવે છે.

મહેસાણાના ઊંઝામાં આવેલું આ મૂંગા જીવોની માટેનું અન્નક્ષેત્ર છે. આ સેવામાં મૂંગા પશુઓને રોટલા બનાવીને ખવડાવામાં આવે છે, આ અન્નક્ષેત્રમાં મોટી ઉંમરથી માંડીને નાની દીકરીઓ પણ અહીંયા રોટલી બનાવવા માટે આવે છે

જે મૂંગા પશુઓની માટે રોટલા બનવાનું સેવા કાર્ય પણ કરે છે. ઊંઝામાં આ સંસ્થાની શરૂઆત ૨૦૦૪ માં અરવિંદભાઈ બારોટે કરે હતી. તેઓએ ૭૫ રોટલાથી શરૂઆત કરી હતી અને ૩૫૦૦ નંગ રોટલા બનાવીને કુતરાઓને ખવડાવે છે.

આ સંસ્થા કુતરાઓને રોટલા ખવડાવવાની સાથે સાથે તેમને કોઈ પણ ચામડીના રોગો થાય તો તેની સારવાર પણ કરાવે છે. આ સેવા કાર્ય કરવા માટે અંદાજિત ૬૦૦ જેટલી મહિલાઓનું ગ્રુપ છે અને તે ટાઈમટેબલ પ્રમાણે આવીને તેમનું આ રોટલા બનાવવાનું કામ કરે છે.

તેની સાથે સાથે ૩૦૦ જેટલા ભાઈઓ મફતમાં કુતરાઓને રોટલા ખવડાવવાનું કામ પણ કરે છે. આ સેવા સંસ્થાનું જહુમાના મંદિરમાં આવીને આ સેવા કાર્યકરે છે, આ સંસ્થાને લિમ્કા રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે અને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. અબોલા જીવને ખવડાવીને આ સંસ્થા માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે.

error: Content is protected !!