ઊંચા કોટડાવાળી માં ચામુંડાના પરચા આજે પણ અપરંમપાર છે. માતાના દરવાજેથી કોઈ ખાલી હાથ પાછું જતું નથી.

આજે અમે તમને ઊંચા કોટડામાં આવેલા ચામુંડા માતાના મંદિર વિષે જણાવીશું. ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકામાં ઊંચા કોટડા ગામમાં આવેલા ગઢ કોટડા કરીકે ઓળખાતી ટેકરી પર માતા ચામુંડાનું મંદિર આવેલું છે.

જો આ મંદિરના ઇતિહાસ વિષે વાત કરવામાં આવે તો માળવાડના જેહાજી ભીલ અને તેમના પત્ની વાલ બાઈ માં ચામુંડાની ભક્તિ ભાવથી સેવા કરતા હતા. તેમને માં ચામુંડા પ્રસન્ન થયા હતા.

માળવાડમાં સતત 3 વર્ષથી દુષ્કાળ પડતા જેહાજીને પોતાની ગાય ભેંસોની ચિંતા થવા લાગી. ત્યારે માતાજીએ તેમને દરિયા કાંઠે જવાનું કહ્યું તે ભાવનગરના ઊંચા કોટડાના દરિયાકાંઠે આવીને વસ્યા હતા.

બધું સારું થઇ ગયું માતાજીની કૃપાથી તેમના ઘરે એક દીકરાનો જન્મ થવાનો હતો પણ દીકરાના જન્મ પહેલા જ લાલજી ભીલનું અવસાન થઇ ગયું. તેમના ઘરે પુત્ર થતા તેનું નામ કાળીયો ભીલ રાખવામાં આવ્યું.

પુત્રના જન્મના થોડા દિવસો પછી તેમની પત્નીનું પણ અવસાન થઇ ગયું. મા ચામુંડા તેમના પુત્ર કાળીયા ભીલને આવીને લઇ જાય છે અને તેને હમીરા હીરના ઘરે મૂકિયાંવે છે.

માં ચામુંડા કાળીયા ભીલનું ડગલેને પગલે રક્ષણ કરતા હતા. મોટો થઈને કાળીયા ભીલે માતાજીને કહ્યું કે મારે આ દરિયા પર રાજ કરવું છે અને જહાજોને લૂંટવા છે. માતાજીએ કહ્યું કે ભલે તું જહાજ લૂંટ પણ અધર્મીઓના જ જહાજ લૂંટજે અને કહ્યું કે તું જયારે પણ જહાજ લૂંટવા જાય એટલે મારી રજા લઈને જ જજે.

એકવાર માતાજીના ના પાડવા છતાં તે જહાજ લૂંટવા માટે જાય છે અને કેદ થઇ જાય છે. તે માતજીની માફી માંગે છે. માતાજીએ તેને છોડાવ્યો. આ પછી કાળીયા ભીલે જહાજ લૂંટવાનું બંધ કરી દીધું અને માતાજીની પૂજા કરવા લાગ્યો. અહીં આવતા દરેક ભક્તોની બધીજ મનોકામના પુરી થાય છે.

error: Content is protected !!