ઉનાળામાં જો રોગોથી બચવું હોય તો આટલી વસ્તુઓનું ધ્યાન રાખો.

અત્યારે આખા દેશમાં કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે. ગણા લોકો એનાથી પીડાઈ રહ્યા છે. એમ માની શકાય કે મોટા ભાગના લોકો આ બીમારી માંજ વ્યસ્ત છે. જે લોકોને કોરોના થયો છે

એમના પરિવારના લોકો પણ આ ઉનાળાની કરજાર ગરમીમાં દોડધામ કરતા હોય છે. એમને પણ પોતાના સ્વાસ્થ્યનું ખુબજ ધ્યાન રાખવાનું જરૂર છે. જો એ ધ્યાન નહિ રાખે તો કદાચ એમને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે.

ઉનાળાની ઋતુમાં મીઠા, ચિકાસ વાળા, ઠંડા અને પ્રવાહી વાળા પદાર્થોનું વધારે સેવન કરવું જોઈએ શેરડીનો રસ બરફ વગર પીવો જોઈએ. પાણીમાં ગોળ ઓગારીને પીવો જોઈએ જે તમારા શરીરમાં ગ્લુકોજનું પ્રમાણ વધારે છે તે તમારા શરીરને શક્તિ આપે છે. ઉનાળમાં ખાસ ખજૂરનું પાણી પીવું જોઈએ તે તમારા શરીરમાં પાણી અને શક્તિ વધારશે.

ઉનાળામાં લોકોને કેરીનો રસ પીવો ખુબજ ગમે છે માટે જયારે પણ તમે કેરીનો રસ પીવો ત્યારે તાજો રસ કાઢીને પીવો ના કે 2 થી ૩ દિવસ ફ્રિજમાં રાખેલો રસ. કેરીનો રસ પચવામાં ખુબજ ભારે હોય છે માટે તેના થોડું મીઠું નાખીને પીવો જેથી રસ જલ્દી પચી જાય.

જે લોકો તડકામાં નીકળે છે અને માથું દુખવા લાગે છે તે લોકોએ ભૂખ્યા ન રહેવું જોઈએ આવા લોકો જયારે પણ તડકામાં નિકરે ત્યારે તેમને મોઢામાં થોડી સાકાર કે વરિયારી રાખવી જોઈએ. ઉનાળામાં બપોરે 15 થી 30 મિનિટ સૂવુંએ ખુબજ લાભદાઈ છે. ઉનાળામાં ખારી વસ્તુઓ ન ખાઓ.

error: Content is protected !!