દરેક વ્યક્તિએ જો ઉનાળામાં નિરોગી રહેવું હોય તો, આ જ્યુસ ફરજિયાત પીવું જોઈએ…
ઉનાળાની સીઝન પૂર જોશે ચાલી રહી છે, તેવામાં કોલ્ડ્રીંક અને આઇસ્ક્રીમો લોકો ખાતા હોય છે, પણ હાલમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને લોકો તેનાથી પણ ચેતી ગયા છે.
ઉનાળામાં મળતો આ એક વસ્તુનો જ્યુસ જ્યાં પણ તમને મળે ત્યાં પી લેવો જોઇએ. જેથી કરીને તેના એક ગ્લાસની અંદર રહેલી ૧૮૦ કેલેરી એનર્જી હોય છે અને ૪૦ ગ્રામ જેટલો કાર્બો હાઈડ્રેડ હોય છે.
આ જ્યુસએ શેરડીનો જ્યુસ છે, તે તમને જયારે મળે ત્યારે પી લેવો જોઈએ. શેરડીમાં આર્યન, પોટેશિયમ, મેંગેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ તો ભરપૂર માત્રામાં હોય છે. તમારે ઉનાળાની સીઝનમાં જ્યાં પણ શેરડીનો જ્યુસ મળે ત્યાં પીવો જ જોઈએ કેમ કે,
ઉનાળાની સીઝનમાં પરસેવા વડે મિનરલ્સ શરીરની બહાર નિકરી જાય છે અને તેથી આપણું શરીર ડીહાઈડ્રેડ થાય છે. જેનાથી બચવા બની શકે તો દિવસમાં એક ગ્લાસ શેરડીનો જ્યુસ પીવો જોઈએ.
જે લોકોને જોન્ડિસ ( કમળો ) થયો હોય તેમને પણ આ શેરડીના સાંઠા ચાવીને ખવડાવે છે. લિવરનું આ બેસ્ટ ટોનિક છે. આ જ્યુસ પીવાથી તમે છૂટથી પેશાબ કરી શકો છો,
કેમ કે ઉનાળાની ઋતુમાં પાણી ઓછું પીવાય છે જેથી પેશાબમાં ઇન્ફેક્શન લાગે છે. તો આ ઇન્ફેક્શનને દૂર કરવા માટે પણ શેરડીનો જ્યુસ ખુબ જ ઉપયોગી છે. તેમ જ ગરમીથી થતા રોગોની સામે પણ રક્ષણ આપે છે અને તેનાથી બચાવે છે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.