જો તમે ઉનાળામાં દરરોજ ઉકાળો પિતા હોય તો જાણીલો તેના નુકશાન શું શું છે.

કોરોનાએ આખા દેશમાં હાહાકાળ મચાવ્યો છે. ત્યારે આવા વાતાવરણ લોકો આયુર્વેદિક નુસખા અને ઉકાળા તરફ વળ્યાં છે. પણ શું તમે જાણો છોકે ઉનાળામાં ઉકાળો પીવો કેટલો હિતાયક છે.

ઉનાળાની ઋતુમાં આડેધડ ઉકાળનું સેવન ખુબજ નુકસાનકારક છે. આપણા આયુર્વેદમાં ઉકાળો પીવાનો યોગ્ય સમય અને કેટલી માત્રામાં ઉકાળો પીવો જોઈએ તેના નિયમો દર્શાવવામાં આવ્યા છે.

ગરમીમાં વધારે પડતા ઉકાળાનું સેવન આપણા શરીર માટે ખુબજ નુકશાનકારક છે. ગરમીમાં નિયમિત ઉકાળો પીવાથી નુકશાન થઇ શકે છે. આના લીધે મૂત્ર ભાગમાં બળતરા થઇ શકે છે. ગરમીમાં વધારે પડતા ઉકાળાનું સેવન કરવાથી પેટમાં ઇન્ફેકશન થઇ શકે છે. મોઢા અને ગળામાં ચાંદા પડી જાય છે. નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા થાય છે.

ઉનાળામાં વધારે પડતા ઉકાળાના સેવનથી એસીડીટીની સમસ્યા થઇ શકે છે. કારણ કે ઉકાળમાં વધારે પડતા ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તે આપણા શરીરને વધારે ગરમી આપે છે.

માટે ઉનાળામાં જો વધારે પડતા ઉકાળનું સેવન કરવામાં આવે તો તે ઘણી તકલીફોને આમંત્રણ આપી શકે છે. માટે ગરમીની ઋતુમાં વધારે પડતા ઉકાળાનું સેવન નુકસાનકારક નીવડી શકે છે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!