વડોદરાના આ ગરીબ દંપતી સાથે ટ્રેનમાં થયેલું વર્તન જાણીને તમારી આંખો પણ ભીની થઇ જશે.

આ વાત છે એક વૃદ્ધ દંપતીની કે જે પોતાની દીકરીના પ્રથમ સંતાનને રમાડવા માટે વડોદરાથી મુંબઈ જઈ રહ્યા હતા. વિષ્ણુભાઈ અને રસીલા બેન ખુબજ ગરીબ અને વૃદ્ધ હતા.

વિષ્ણુભાઈ એક ઓફિસમાં કચરા પોતું કરવાનું કામ કરી રહ્યાં હતા. બંને રેલવે સ્ટેશન પર પહોંચી ગયા તેમની પાસે જનરલ ડબ્બાની ટિકિટ હતી પણ વૃદ્ધ હોવાના કારણે એટલી ભીડમાં તે જનરલ ડબ્બામાં ના ચઢી શક્યા અને રિઝર્વેશનના ડબ્બામાં ચઢી ગયા.

વિષ્ણુભાઈ અને રસીલા બેન બંનેને એક જ ડર હતો કે TC આવી જશે તો અને થોડા જ સમયમાં TC નો અવાજ સંભરાયો અને કહ્યું કે ટિટક લાવો અને કહ્યું કે આતો જનરલ ટિકિટ છે

બીજું સ્ટેશન આવે એટલે જનરલ ડબ્બામાં જતા રહેજો નઈ તો 600 રૂપિયા દંડ લઈશ. બીજું સ્ટેશન આવતા પાછા બંને ભીડના કારણે જનરલ ડબ્બામાં ન ચઢી શક્યા અને પાછા સ્લીપર કોચમાં ચઢી ગયા.

TC એ કહ્યું કે લાવો 600 રૂપિયા, ગરીબ વિષ્ણુભાઈ માંડ માંડ શેઠ પાસેથી 800 રૂપિયા એડવાન્સ લાવ્યા હતા. જો 600 અહીં આપીદે તો છોકરીના ઘરે કઈ રીતે પહોંચે. ભાણીયાને શું આપે અને પાછા ફરતા સમયે ટિકિટના પૈસા ક્યાંથી લાવીશું .TC ને હાથ જોડીને વિષ્ણુ ભાઈએ કહ્યું કે સાહેબ જવાદોને આમે આ ડબ્બો ખાલી છે ને અમે એક ખૂણામાં બેસીને જતા રહેશું. પણ TC એ કહ્યું કે ઉપરથી ઓડર છે.

રકજક કરતા કરતા 400 રૂપિયા આપવા પડ્યા ને બંને ગરીબ દંપતીનું કાળજું બળી ગયું. રસિલા બેન રડવા લાગ્યા ત્યારે વિષ્ણુ ભાઈએ કહ્યું ગાંડી શું કામ રડે છે. જયારે મને કોઈ અધિકારી મળશે ત્યારે હું

તેમને કહીશ કે સાહેબ કરોડો રૂપિયાની બુલેટ ટ્રેન બનાવ્યા વગર ટ્રેનમાં બે બે જનરલ ડબ્બા જોડી દો તો અમારા જોવા એમાં બેસી શકે. મોટા માણસોની ગાંડા જેવી વાતો પણ લોકો શોખથી સાંભરે છે અને ગરીબ લોકોની મોટી મોટી વાતો તો કોઈ સંભારવા જ નથી માંગતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!