ઘરમાં ૨૫ લાખની ચોરી થતા ઘર માલિકને સમાચાર સાંભરતાની સાથે આવી ગયું હાર્ટ એટેક…

હાલમાં દિવસે અને દિવસે ચોરી અને લૂંટના કેટલાય કિસ્સાઓ બનતા જ રહે છે, તેવામાં આ એક કિસ્સો જેમાં ચોરીનો મામલો સામે આવ્યો છે અને આ કિસ્સો મૂળ અછાલીયા વતની અને હાલ સુરતમાં રહેતા રાવ પરિવાર જસવંતસિંહ રાવનો પરિવાર દરવર્ષે વૈશાખ વદ આઠમે પોતાના ઘરે અછાલીયા આવે છે. આ દિવસે તેઓ ઘરે નવચંડી યજ્ઞ પણ કરાવે છે.

નવચંડી યજ્ઞ હોવાથી તેમની સાથે ૩ લાખ રોકડા અને મહિલાઓ તેમના સોનાના દાગીના પણ તેમની સાથે લાવ્યા હતા તેઓ તેમના મકાનમાં મૂકીને સુઈ ગયા હતા. તેવામાં રાત્રે ફ્રેશ થવા ઘરના એક સભ્ય ઉભા થયા તો ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો.

જેથી તાત્કાલિક પ્રકાશ ભાઈને જગાડ્યા હતા, ત્યારબાદ તેઓએ અને તેમના ફરિયાના લોકોએ ઘરમાં જઈને જોયું તો સમાન વેર વિખેર થયેલો હતો. તેમ જ પેલા પૈસા અને રોકડા પણ નહતા.

૨૫ લાખ રૂપિયા અને દાગીના તસ્કરો લઇ ગયા હતા, આ બાબતની જ્યારે પ્રકાશભાઈને થઇ તો તેમને હૃદયનો હુમલો થયો હતો જેથી સવારના ચાર વાગ્યાની આજુબાજુએ જ તેમનું મૃત્યુ થયું હતું. જેથી તેમના દીકરાઓ પણ તાત્કાલિક સુરતથી અછાલીયા દોડી આવ્યા હતા, ખુશીનો પ્રસંગ શોખમાં પરિવર્તિત થઇ ગયો હતો.

error: Content is protected !!