ચમત્કારી શક્તિ ધરાવે છે માં નૈના દેવી તેમના દર્શન માત્રથી જ આંખોની તકલીફો દૂર થાય છે

હાલમાં હિન્દૂ ધર્મમાં નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને તેમાં માં દેવી શક્તિની પૂજા અને અર્ચનાનું એ ખુબ જ મહત્વ હોય છે.જેમાં નવરાત્રીના પવિત્ર દિવસોની અંદર ઝીપુક તમારા માટે રોજ શક્તિપીઠની કથા લાવ્યો છે.હિમાચલ પ્રદેશમાં આવેલ આ નૈના દેવીનું મંદિર છે શક્તિપીઠ શ્રીનાયના દેવી હિમાચલ પ્રદેશમાં નહીં પણ હિમાચલ પ્રદેશના લોકોની માટે આ એક આસ્થાનું કેન્દ્ર પણ બન્યું છે.અને તે ૫૧ શક્તિપીઠોમાંથી એક છે.

આ દેવી શક્તિ નૈના દેવીનું મંદિર હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં આવેલું છે અને આ મંદિરની માટે એવું પણ માનવામાં આવે છે કે આ દેવી સતીના નેત્રો અહીંયા પડ્યા હતા અને તેથી લોકોનું એવું માનવું છે કે,અહીંયા આવનારા લોકોના આંખોના રોગો દૂર થઈ જાય છે.અને સતીના શક્તિ સ્વરૂપની અહીંયા પૂજા કરવામાં આવે છે.

આ મંદિરની અંદર બે આંખો છે અને જે નૈના દેવીનું નિરૂપણ કરે છે જેમાં શક્તિપીઠ શ્રીનાયણા દેવી હિમાચલ નહીં પણ દેશ-વિદેશના લોકોની માટે પણ એક આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે.અને તે ૫૧ શક્તિપીઠોમાંથી એક છે જ્યાં માતા સતીના અવયવો પૃથ્વીની ઉપર પડ્યા હતા.

જેમાં આ શક્તિપીઠમાં ભક્તોનો અનાદિ કાળથી અતુલ આદર છે.જેમાં માતા તેમના ભક્તોની તમામ પ્રકારની ઇચ્છાઓ પુરી કરે છે અને તેથી જ બિલાસપુર જિલ્લા અને પંજાબ સરહદની સાથે સમુદ્ર સપાટીથી ૧૧૭૭ મીટરની ઉચાઇએ માતા શ્રીનાયણા દેવીનું પવિત્ર સ્થળ આવેલું છે અને અહીંયા દેવીના દર્શનથી આંખને લગતી તમામે તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે.

જયારે એક વાર માતા સતીના તેમના પિતા પ્રજાપતિ દક્ષે મોટો યજ્ કર્યો હતો અને તેવામાં આ યજ્ઞમાં તેમણે માતા સતી અને તેમના પતિ ભગવાન શિવને આમંત્રણ નહતું આપ્યું અને તેમાં જ્યાં રાજા દક્ષાએ તેની સામે ભોલેનાથનું ઘણું મોટું અપમાન કર્યું હતું

અને તેમની આ બધી વાતો સતી તેના પતિ માટે સહન ન કરી શક્યા અને તેથી તેઓએ હવન કુંડમાં કૂદીને પોતાનો જીવનું બલિદાન પણ આપ્યું હતું અને જયારે ભગવાન શિવને જ્યારે આ વાતની જાણ થઇ તો તે ખૂબ જ ગુસ્સે થયા અને ક્રોધમાં આવીને તેમણે ખૂબ જપ લીધો અને અવ્યવસ્થા સર્જાઈ હતી.

અને ભગવાન શિવના આ સ્વરૂપને જોઈને દેવતાઓ ખુબ જ હેરાન અને પરેશાન થઇ ગયા હતા અને તેઓએ ભગવાન વિષ્ણુને શિવને શાંત કરવા માટે પ્રાર્થના પણ કરી હતી અને ત્યારબાદ વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રથી માતાના શરીરના ૫૧ ટુકડાઓ બનાવ્યાં હતા

અને તે ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા તેને શક્તિપીઠ કહેવાયા. અને તેમાંથી ૨ શક્તિપીઠ હિમાચલના બિલાસપુર અને ઉત્તરાખંડના નૈનીતાલમાં પણ છે અને તેની માટે એવું પણ કહેવાયું છે કે,માતા સતીના નયન આ સ્થળોએ પડ્યા હતા અને તેનાથી જ તેને નૈના દેવી મંદિર તરીકે કહેવામાં આવે છે.

error: Content is protected !!