તાવ આવે તો આ ગરેલું ઉપાય તમને રામબાણ બનીને મદદ કરશે…
હાલમાં કોરોનાની સ્થિતિ બહુ જ ખરાબ છે અને તેનાથી કેટલાય લોકો પીડાઈ રહ્યા છે અને જેથી તેમને કોરોના અને વાયરલ રોગથી કેટલીક મોટી તકલીફો પડતી હોય છે અને જેમાં તાવ આવવોએ એક સામાન્ય લક્ષણ છે
અને તેનાથી બચવાની માટે લોકો એન્ટી બાયોટિકનો ઉપયોગ કરતા હોય છે અને તેમ છતાં પણ અમુક વાર તેમને કોઈ ફરક નથી પડતો અને તેથી જ આપણે આજે જાણીએ એવો જ એક ગરેલું ઉપાય કે જેનાથી તમારા શરીરમાં રહેલો તાવ ફટાકથી ઉતરી જશે.
આપણને તાવ આવે તો આપડે શું ખાવું જોઈએ શું પીવું જોઈએ અને આપણને કઈ રીતે તેનાથી બચવું જોઈએ તેની માટે આપણે આ ગરેલું ઉપાય અપનાવવો જોઈએ.જયારે પણ તમને તાવ આવે ત્યારે સૂંઠ વાળું ઉંકારેલું પાણીને ઠારી દેવાનું અને તે જ પાણી પીવાનું છે
તમારે ફ્રિજ અને ગોળાનું પાણી પણ નથી પીવાનું તમારે આવી જ રીતે ગરમ કરીને સુંઠ વાળું જ પાણી પીવાનું છે કેમ કે જે પાણીની અંદર રહેલા નકામા બેકટેરિયાનો અંત આવશે અને સુંઠએ આપણા શરીરના અંદર રહેલો તાવને ઠારી દેશે અને રાહત પણ આપશે.
જયારે તમને તાવ આવે છે તો ભરપેટ જમવાનું બંધ કરી દો,તેની સાથે સાથે છાશ પણ પીવાની બંધ કરી દો અને દહીં પણ બંધ કરી દો અને અનાજ ઓછું કરી દેવું જોઈએ અને તમારે સવારે ચા ની સાથે ખાખરા અને આદુવાળી ચા પીવાની છે
પછી બપોરના ભોજનમાં દળ-ભાત,મગ-ભાત અને સરસરી ખીચડી પણ ખાઈ શકો છો અને રાત્રીના સમયે ખીચડી જ ખાવાની છે તાવ આવે એટલે તમારે આટલું ધ્યાન રાખવાનું છે.
તાવ આવે તો તમે આદુ,તુલસી,અરડૂસી અને તેમાં થોડું મધ નાખીને પણ પી શકો છો જેથી કરીને કફ જન્ય તાવ શરીરમાંથી દૂર થશે અને તમને જલ્દીથી રાહત પણ મળશે.