બદલાતી સીઝનમાં તાવ આવે તો, આ સરળ ઉપાય કરી લેજો…

હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં કેટલાય લોકો સપડાઈ ગયા છે. દરેકે દરેક વ્યક્તિઓને તાવ તો આવતો જ હોય છે. જયારે બે ઋતુઓ આવે છે તેવામાં પણ તાવ તો આવતો જ હોય છે.

તો આ તાવને આવા સરળ ઉપાય કરીને પણ દૂર રાખી શકાય છે. જો તમને તેવું લાગે તો તમે આટલું કરી લેશો તો તાવ ઉતરી જશે. આપણને તાવ આવે તો તેને દૂર કરવાની માટે આપણી જોડે સામાન્ય જ્ઞાન હોવું જ જોઈએ.

જયારે પણ તમને તાવ આવે ત્યારે તમારે સૂંઠવાળું ઉંકારેલું પાણીને ઠારીને પીવાનું છે, આ પાણી પીવાથી પાણી જન્ય રોગો નઈ થાય અને તેમાં રહેલી સૂંઠ એ તાવને શાંત કરશે.

જયારે પણ તમને તાવ આવે તેવામાં તમારે ભરપેટ જમવાનું બંધ કરી દેવાનું છે. તેની સાથે દહીં, છાશ બંધ કરી દેવાની છે. અનાજ પણ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. તમારે સવારે આદુવાળી ચા અને ખાખરા જ ખાવાંના છે, બપોરે દાળ-ભાત અને રાતના ભોજનમાં ખીચડી ખાવાની છે.

તમારે આદુ, અરડૂસી, તુલસીનો રસ અને તેમાં થોડું મધ એ પણ પી શકાય છે. જેનાથી જો કફજન્ય રોગ હોય તો તે પણ શાંત થઇ જશે. જયારે તાવ આવે ત્યારે તમે મીઠાના પોતા પણ મૂકી શકો છો,

જેથી મુઠું શરીરની ગરમીને ચૂસી લે છે અને તાવને શાંત કરી દે છે. પરંતુ તમારે તમારા શરીરની ઉપર વધુ પડતા અખતરા નથી કરવાના અને ડોક્ટર અને નિષ્ણાતની પણ સલાહ લેવાની છે કેમ કે હાલમાં કોરોના ચાલી રહ્યો છે જેથી કોઈને મોટી તકલીફ ના પડે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!