ટપ્પુના પપ્પાને કોરોના ભરખી ગયો..
હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને લઈને કેટલાય લોકો તેમના પરિવારથી છુટા પડી ગયા છે. પરિવારના મોભીનું જ અવસાન થઇ જતા આખે આખા પરિવારને ખાવાની માટે પણ વલખા મારવા પડી રહ્યા છે. હાલમાં દોઢ મહિનાથી કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઇ છે.
આ કોરોનાની બીજી ઘાતકી લહેરમાં કેટલાય લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. તેવામાં ટીવી સીરીઅલમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો જૂનો ટપ્પુ એટલે ભવ્ય ગાંધી ના ખરેખરના પિતા વિનોદ ગાંધીનું કોવીડના કારણે મૃત્યુ થયું છે.
વિનોદ ગાંધી કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં હતા અને તેમના પરિવારમાં જશોદાબેન ગાંધી અને તેમના બે દીકરા છે. ભવ્યાના પપ્પા છેલ્લા ૧૦ દિવસથી પણ વધુ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ હતા.
તેઓ વેન્ટેલિટર ઉપર હતા, તારક મહેતાના ઉલ્ટા ચશ્માના શો માં તેનું કોઈ કામ નહતું રહેલું હોવાથી તેને આ સીરીઅલ છોડવાનું નક્કી કર્યું હતું. ઘણા સમય સુધી ટપ્પુ એટલે ભવ્ય ગાંધીએ ઘણી રાહ જોઈ હતી પણ તેને કોઈ જગ્યાએ રોલ ના મળ્યો જેથી તેને સિરિયલ છોડવાનો નિર્ણય લીધો હતો.
ભવ્યાના પિતાને કોવીડ થવાથી તેઓ થોડા દિવસો અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એન ત્યાં તેમને વેન્ટેલિટર ઉપર રાખવામાં આવ્યા હતા, અને ત્યાં તેમનું દુઃખદ અવસાન પણ થયું હતું.