પોસ્ટ માસ્તરના દીકરાએ તેનું બાળપણનું સ્વપ્નું પૂરું કરવા માટે તનતોડ મહેનત કરી આખરે તે આર્મીમાં લેફટનન્ટ કર્નલ બન્યો…

સુરત શહેરના ડિંડોલીમાં આવેલ ખોડલ કૃપા સોસાયટીમાં રહેતા સ્વપ્નિલ જે ઇન્ડિયન આર્મીમાં લેફટનન્ટ કંર્નલ બન્યા છે. સ્વપ્નિલના પિતા સુરેશભાઈ જે નિવૃત પોસ્ટ માસ્તર છે.

સ્વપ્નિલ નાનપણથી જ ભણવામાં ખુબ જ હોશિયાર હતો, તે જે વખતે કોલેજ કરતો હતો તેવામાં NCC માં જોડાયો હતો. તે જ વખતે કમાન્ડોને જોઈને તે પ્રેરિત થયો હતો, અને ત્યારથી જ દેશની સેવા કરવાનું સ્વપ્નિલે નક્કી કરી દીધું હતું.

સ્વપ્નિલના પરિવારની પરિસ્થિતિ સામાન્ય હોવાથી તેનું ભણતર પૂરું કરવા માટે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હતો. ભણવાની સાથે સાથે પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે તે નોકરી પણ કરતો હતો. તે ટ્યુશન કરાવતો હતો. સ્વપ્નિલ આબુ, સાપુતારા અને રાયગઢમાં NCC કેમ્પમાં પણ ભાગ લીધેલો છે.

છેલ્લે એ દિવસ આવી ગયો જે દિવસની સ્વપ્નિલ અને તેનો પરિવાર રાહ જોઈ રહ્યા હતા. સ્વપ્નિલે આર્મીની પરીક્ષા પુરી કર્યા પછી તેની સેનામાં પસંદગી થઇ હતી. સ્વપ્નિલે ૧૧ મહિના સુધી ચેન્નાઇમાં તેની ટ્રેનિંગ પુરી કરી હતી,

ત્યારબાદ તેની પોસ્ટિંગ રાજસ્થાનના જેસલમેર ખાતે લેફટનન્ટ કર્નલ તરીકે કરવામાં આવી છે. સ્વપ્નિલને સેનામાં જોડાયા પછી તેનો આખો પરિવાર ખુબ જ ખુશ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!