જામનગરમાં હોસ્પિટલ સ્ટાફ હડતાલ પર ઉતરી જતા દર્દીના પરિવારજનો ભારે રોષમાં ભરાયા અને કહ્યું, તમને લોકોને પૈસાંની ભૂખ છે માણસના જીવની કોઈ કિંમત નથી…
આપણા ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, તેમાં હાલમાં કેટલીય ગુજરાતની હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ તેમની જુદી જુદી માંગોને લઇ પ્રદર્શનો કરતા જોવા મળે છે.
તેવામાં જામનગરમાં આવા કોરોનાના કપળા કાળમાં કોરોના સિવિલ હોસ્પિટલનો નર્સ સ્ટાફ તેમના વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. તો તેમનો પણ વિરોધ દર્દીઓના સાગા સબંધીઓ કરી રહ્યા છે.
તેવામાં દર્દીના સગાઓ એવું કહી રહ્યા છે કે, અમે લોકો રોજે રોજની સ્થિતિ જોઈ રહ્યા છીએ, તેવામાં બાળકોથી માંડીને મોટા લોકો પણ મરી રહ્યા છે. હાલમાં આ કારમુખી કોરોનાને હરાવવાની માટે ડોક્ટર અને સ્ટાફને તેમનાથી બનતી મહેનત કરવાની હોય છે
તેની સામે તેઓ જ જો એવું કરશે તો આ દર્દીઓનું શું થશે. આ સ્ટાફએ જે નિર્ણય લીધો છે તે બિલકુલ ખોટો છે અને આ એક રીતે સરકારનું ગળું દબાવવા જેવી વાત છે. અમે બધા અમારા સ્નેહીજનોને અંદર દાખલ કાર્ય છે જયારે આ હોસ્પિટલનો સ્ટાફ તેમને બધાને મૂકીને અહીંયા બહાર વિરોધ પ્રદર્શનમાં આવી રીતે આવી ગયો છે.
આ લોકો ભણેલા હોવા છતાં પણ ભણેલા નથી તેવું લાગી રહ્યું છે, અને જો ખરેખર ભણેલા હોય તો આમ જીવતા જીવને મૂકીને આમ બહાર પ્રદર્શનના કરવા આવી ગયા હોય. આ લોકોને પૈસાના ભૂખ્યા છે તેમને પેલા દર્દીઓના જીવની પડી નથી.