નાનકડા ઓશિકા વડે પણ ઓક્સિજન લેવલ વધારી શકાય છે, જાણો કેવી રીતે
હાલમાં કોરોનાની બીજી અને ઘાતકી લહેર ચાલી રહી છે, આ લહેરે દેશની તમામ કોવીડ હોસ્પિટલો ભરી દીધી છે. જેમાં વચ્ચે કોરોનાની મહામારીથી હોસ્પિટલોમાં ઓક્સિજન વાળા બેડ અને ઓક્સિજન પણ ખૂટી પડ્યા હતા.
કોરોનાના ગંભીર દર્દીઓને સમયસર ઓક્સિજન ના મળતા તેઓએ તેમનો જીવ પણ ગુમાવ્યો છે. તો કેટલાય લોકો ઘરેથી જ સારવાર પણ લઇ રહ્યા છે, તે લોકોની સ્થિતિ પણ અચાનક બગડેલી છે.
તેવામાં આપણા આયુર્વેદિક ઉપચારો જે ખુબ જ મદદરૂપ નીવડ્યા છે, કોરોનામાં થતી શરદી, ઉધરસ અને તાવમાં પણ ઘણા મદદરૂપ થયા છે. તો આ મહામારીને પહોંચી વારવાની માટે આપણે જાણીએ કે ઘરે બેઠા બેઠા જ આપણે
કેવી રીતે આપણું ઓક્સિજન લેવલ વધારી શકીએ છીએ. તો તમારે તેની માટે ૩ ઓશિકા લેવાના છે. જે લોકો ઘરે કોરોનાની સારવાર લઇ રહ્યા છે તે લોકો પણ આ ઉપાય કરી શકે છે. તમારે તેની માટે સૌથી પહેલા ત્રણ ઓશિકા લેવાના છે.
આ ત્રણેય ઓશિકામાં એક ઓશીકાને ગળાથી છાતીના ભાગમાં બીજું કમરથી નીચેના ભાગમાં અને ત્રીજું ઢીંચણથી નીચેના ભાગમાં મૂકીને તેની ઉપર બરાબર રીતે ઊંધું સુવાનું છે. આવી જ રીતે તમારે ૩૦ મિનિટ સુધી સુઈ રહેવાનું છે. આમ કરવાથી શરીરનું વેન્ટિલેશન ખુબ જ સારું થઇ જાય છે. જો તમને વધારે તકલીફ જણાય તો તરત જ તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.