સૂર્યદેવને શા માટે પાણી ચડાવવામાં આવે છે? શું તમે તેનું રહસ્ય જાણો છો…
આપણા હિન્દૂ ધર્મમાં ભગવાન સૂર્યદેવનું અનેરું મહત્વ છે, તેમની પાસે અસાધારણ અને દૈવી શક્તિની સાથે સૌથી મહત્વપૂર્ણ દેવતાઓમાંના એક માનવામાં આવે છે. તેની સાથે સાથે તે પૃથ્વીલોકમાં પ્રકાશનો મુખ્ય સ્ત્રોત છે, અને તેના સિવાય જીવનના સમર્થક છે તેમ પણ માનવામાં આવે છે. આપણા જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યને ગ્રહોનો રાજા પણ માનવામાં આવે છે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યએ દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે છે. તેવી જ રીતે સૂર્ય ૧૨ મહિનામાં ૧૨ રાશિઓમાં પ્રવેશ કરે છે.
તેવી જ રીતે આપણે બધા જાણીએ છીએ કે, સૂર્યને આપણે જળ ચડાવીએ છીએ. તેની પાછળનું કારણએ છે જે કોઈ જાતક જળ ચડાવે છે તેને આધ્યાત્મિક લાભ મળે છે. એવું કહેવામાં આવે છે કે, સૂર્ય ભગવાનની કૃપા મેળવવા અને કુંડળીમાં સૂર્યની અનુકૂળતા રાખવાની માટે રોજેરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે છે.
આ જળ અર્પણ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને આખો દિવસ આનંદમય પસાર થાય છે. એવું માનવામાં આવે છે કે, સૂર્યનારાયણની પૂજા કરતા પહેલા તેમને જળ અર્પણ કરવું જોઈએ. જેથી કરીને રાતની અશુદ્ધિઓ, નકારાત્મક ઉર્જાઓમાંથી તમને છુટકારો મળે છે.
આ જળ અર્પણ કરવાની માટે તાંબાનું વાસણ ફરજીયાત છે. તમે જયારે જળ અર્પણ કરો છો ત્યારે સૂર્યના કિરણો આ જળ ધારામાંથી પસાર થાય છે, જેને સૂર્ય ભગવાનના ૭ ઘોડા પણ માનવામાં આવે છે, આમ કરવાથી તમારા શરીરની નકારાત્મકતા સકારાત્મકતામાં ફેરવાઈ જાય છે.