ડોક્ટરોએ કહ્યું કે છેલ્લા ઘણા દિવસોથી અમે કોઈ સૂઈ શક્યા નથી અને ઘરે જઈ ને બાળકોને મળી પણ શકતા નથી. સલામ છે આવા કોરોના વોરિયર્સને.

વાત કરીએ કોરોના વોરિયર્સની તો તેઓ ખડે પગે અત્યારે દર્દીઓની સેવા કરી રહ્યા છે.કોરોનાની સારવાર આપી રહેલા ડોક્ટરો એક એક મહિના સુધી ઘરે જતા નથી તેમને એ ડર સતાવે છે કે

જો તે ઘરે જાય અને તેમના બાળકો અને પરિવારના લોકો કોરોનાથી સંક્રમિત થઇ જાય તો.અને અત્યારે સ્થિતિ ખુબજ ગંભીર છે.જે લોકો માસ્ક નથી પહેરી રહ્યા એ ફક્ત સિવિલ હોસ્પિટલ આવીને સ્થિતિ જોઈ જાય પછી તે લોકો માસ્ક પહેરવાનું ક્યારેય નહિ ભૂલે.

હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે એવામાં ડોક્ટરો ફક્ત 4 કલાકની જ ઊંઘ લે છે.ત્યારે સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર કાર્તિક પરમાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી અમને પરિવારનો વિચાર જ નથી આવ્યો

અને અમારી આખી ટિમ માંથી કોઈએ પણ છેલ્લા કેટલાક દિવસોથી સરખી ઊંઘ નથી લીધી.અત્યારે કોરોના હવા દ્વારા ફેલાઈ રહ્યો છે એટલે તેનું સંક્રમણ ખુબજ ઝડપથી વધી રહ્યું છે.

ત્યારે ડોકટરોએ જણાવ્યું કે અમારા પરિવારના લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે અમે બને એટલું ઘરે ઓછું જઈ એ છીએ.ડોકટરે લોકોને અપીલ કરી કે કોરોનાની ચેઇન તોડવાના બે જ રસ્તા છે.ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક ફરજીયાત લગાવો અને સોસીયલ ડિસ્ટન્સ જાળવો.અત્યારે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને માંડ 2 કલાક જ ઉંઘવા મળે છે.

error: Content is protected !!