ચાલુ પ્રોગ્રામે લોકોએ સુરતના મેયરને ભગાડ્યા? લાગતું નથી કે લોકો આ વખતે સરકારને છોડે.
બંગાળમાં ભાજપની હાર સાથે રાજ્ય ભરમાં લોકો ભાજપના નેતાઓ પર લોકો હુમલાઓ કરી રહ્યા છે. ભાજપ પર થતા હુમલાઓના કારણે ભાજપે આખા દેશમાં આંદોલનો કરવાનું નક્કી કર્યું છે.
સુરતમાં સીતાનગર ચાર રસ્તા પર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના મેયર સોનાલી બોગાવાલા હાજર થતાની સાથે જ સ્થાનિક લોકોએ હોબાળો મચાવી દીધો હતો.
આ કાર્યક્રમમાં સુરતના મેયર હાજર રહેવાના છે એવો મેસેજ આખા સુરતમાં ગઈકાલ રાતથી જ ફરતો થયો હતો. ત્યારે સ્થાનિક લોકો મેયર આવે તે પહેલા જ ભેગા થઇ ગયા હતા અને જેવા મેયર આ કાર્યક્રમમાં હાજર થવા માટે આવ્યા ત્યારે લોકોએ હાય રે.. મેયર હાય હાય.. ના નારા લગાવ્યા હતા.
જોત જોતામાં પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા મેયરને કાર્યક્રમ છોડીને રવાના થવું પડ્યું હતું. નારા શરુ થતાં જ મેયર શરમ જનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને કોઈની સાથે વાત કર્યા વિના સીધા પોતાની ગાડીમાં બેસીને રવાના થઇ ગયા હતા.
કોરોનામાં સરકારની કામગીરીથી લોકો ખુબજ ગુસ્સે ભરાઈ છે. સામાન્ય લોકોને પડતી મુશ્કેલીઓ થી લોકો હવે કટારી ગયા છે ને હવે લોકો સરકાર સામે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. આ સાથે લોકોએ કહ્યું કે સુરતમાં કોરોના સંક્રમણ ખુબજ વણસી રહ્યું છે. એવામાં લોકોની મદદ કરવા ના બદલે મેયર આવા વોરોધ પ્રદર્શનમાં પોતાનો સમય બગાડી રહ્યા છે.