સુરતના કરોડપતિઓ કોરોનાકાળમાં બન્યા ગરીબો માટે મસીહા
હાલમાં કોરોનાની મહામારીની વચ્ચે આખો દેશ ઝઝૂમી રહ્યો છે.લોકોને ઘણી તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો છે.આ મહામારીથી દેશમાં બધી હોસ્પિટલો ઉભરાઈ રહી છે ક્યાંય બેડ પણ ખાલી નથી.તેની સાથે ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે.તેની પછી લોકોના મોત થઇ રહ્યા છે અને તેનાથી સ્મશાનોમાં પણ મોટી કતારો લાગી રહી છે.
તેવામાં કેટલાક લોકો એક બીજાની મદદે આગળ આવ્યા છે અને સુરતની અંદર પણ કેટલાક મિત્રો અને કેટલીક સંસ્થોએ કોવીડની હોસ્પિટલો ચાલુ કરી દીધી છે.તેઓમાં હોસ્પિટલના સંચાલક એવા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે
અમે જયારે કેટલાક લોકોની જોડે બેસ્યા હતા ત્યારે હોસ્પિટલ તો ઉભી થઇ ગઈ પણ તેમાં કેટલીક અડચણો પણ આવી હતી અને તેમાં એવું થયું કે,ઓક્સિજન ક્યાંથી લાવીશું તેમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા થઇ ગઈ તે કંપનીએ એવું જણાવ્યું કે,અમારી પાસે ટીમ નથી એટલે ઓક્સિજન પહોંચાડી શકાશે નઈ.
તેવામાં જ અમારી પાસે એક મંડપ વાળા ભાઈ બેસ્યા હતા તેઓએ સાચી માનવતા દર્શાવી અને તે પોતે ૨૫ થી ૩૦ લાખ નો મંડપના માલિક છે.તેઓએ એવું કીધું કે ચિંતા ના કરો મારી પાસે સાધન પણ છે અને હું લઇ આવીશ ઓક્સિજનની બોટલો તે હાલમાં રાત્રે ૧૨ વાગ્યે અને સવારે ૧૦ વાગ્યે આ કોવીડની હોસ્પિટલ સુધી પહોંચાડે છે.
તેની સાથે સાથે હાલમાં કેટલીક સામાજિક સંસ્થાઓ પણ મદદે ઉતરી છે કે જેઓ હાલમાં આ દાખલ દર્દીઓને બે ટાઈમ જમવાનું પણ ટાઈમસર પહોંચાડે છે.તેની સાથે સાથે સલામ છે એ ડોક્ટરોને કે તેઓ કોવીડની હોસ્પિટલમાં કામ કરીને આવે છે તેઓ વધારાના ટાઈમે પણ અહીંયા સેવા આપવા આવે છે.ખરેખર આવા સમયે લોકો મદદે મેદાનમાં ઉતરી ગયા છે.