શું તમને ખબર છે કે મહાભારતમા કર્ણના મૃત્યુ પછી તેનો અગ્નિસંસ્કાર સુરતમાં કરવામાં આવ્યો હતો? આ જાણવા જેવી સત્ય હકીકત છે.

જયારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતું ત્યારે કર્ણે અર્જુનને કયું કે મારુ પૈડું જમીનમાંથી ન નિકરે ત્યાર સુધી માર પર બાણના ચલાવ ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે બાણ ચલાવ ત્યારે અર્નુજે કહ્યું કે આ યુદ્ધના નિયમો વિરુદ્ધ છે. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે જયારે અભિમન્યુ એકલો લડતો હતો ત્યારે નિયમો ન હતા. આ સાંભરીને અર્જુને કર્ણ પર બાણ ચલાવ્યું.

જયારે કર્ણ અર્જુનના બાણથી તડપી રહ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણે કર્ણની પરીક્ષા લેવાનું વિચાર્યું ત્યારે તે બ્રાહ્મણનો વેશ લઈને કર્ણ પાસે પહોંચ્યા અને કહ્યું મને દાન આપ ત્યારે કર્ણ એ કયું કે મારી પાસે કઈ નથી

ત્યારે શ્રી કૃષ્ણે કયું કે તારી પાસે સોનાનો દાંત છે એ આપ ત્યારે કર્ણને પથ્થરથી તોડીને તેને દાંત દાનમાં આપી દીધો. ત્યારે શ્રી કૃષ્ણએ કર્ણને કહ્યું કે તું કોઈ પણ એક વરદાન માંગી શકે છે. હું ખુબજ ખુશ છુ.

ત્યાર કર્ણે કહ્યું કે મને એક કુંવારી માતાએ જન્મ આપ્યો હતો માટે મારો અગ્નિસંસ્કાર પણ એક કુંવારી જગ્યા પર જ થાય ત્યારે કર્ણના મૃત્યુ પછી તેનો અગ્નિસંસ્કાર તાપી નદીના કિનારે જ્યાં આજે સુરત વસેલું છે ત્યાં કરવામાં આવ્યો હતો.

અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે આ કુંવારી જમીન છે એવું કરી રીતે કહી શકાય ત્યારે કર્ણે પ્રગટ થઈને કયું કે તાપી મારિ બહેન છે સૂર્ય મારા પિતા છે તેથી આ જમીન કુંવારી છે. માટે આજે તાપી નદીના કિનારે જ્યાં સુરત વસેલું લે ત્યાં કર્ણનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!